મહાકુંભ મેળાના પવન પર્વે પશ્ચિમ રેલ્વે ચલાવશે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો. - At This Time

મહાકુંભ મેળાના પવન પર્વે પશ્ચિમ રેલ્વે ચલાવશે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો.


પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા તથા મહાકુંભ મેળા-2025 ના દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે સાબરમતી–પ્રયાગરાજ, ભાવનગર ટર્મિનસ–પ્રયાગરાજ, ઉધના-પ્રયાગરાજ અને વલસાડ - પ્રયાગરાજ, સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1 ટ્રેન નંબર 09489 સાબરમતી – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ,

ટ્રેન નંબર 09489 સાબરમતી – પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન ગુરુવાર 2 જાન્યુઆરી, 2025ના રોજ સાબરમતી થી 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે, આ ટ્રેન મુસાફરી દરમિયાન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે,

2 ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ વન વે સ્પેશિયલ,

ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ સ્પેશિયલ બુધવાર 1 જાન્યુઆરી, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસ થી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે પ્રયાગરાજ પહોંચશે, આ ટ્રેન મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાફોર્ટ, ટુંડલા ઈટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે,

3 ટ્રેન નંબર 09225 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ વન વે સ્પેશિયલ,

ટ્રેન નંબર 09225 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ સ્પેશિયલ બુધવાર 1 જાન્યુઆરી, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસ થી 20.20 કલાકે ઉપડશે અને શુક્રવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે, આ ટ્રેન મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર,જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાફોર્ટ ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે.આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે,

4 ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ વન વે સ્પેશિયલ,

ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ સ્પેશિયલ ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસ થી 20.20 કલાકે ઉપડશે અને શનિવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે, આ ટ્રેન મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે,

5 ટ્રેન નંબર 09005 ઉધના - પ્રયાગરાજ વન વે સ્પેશિયલ,

ટ્રેન નંબર 09005 ઉધના - પ્રયાગરાજ સ્પેશિયલ ઉધના થી મંગળવાર 31 ડિસેમ્બર, 2024 ના રોજ 06.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે પ્રયાગરાજ પહોંચશે, આ ટ્રેન મુસાફરી દરમિયાન ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઉરઈ, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે,

6 ટ્રેન નંબર 09009 વલસાડ - પ્રયાગરાજ વન વે સ્પેશિયલ,

ટ્રેન નંબર 09009 વલસાડ - પ્રયાગરાજ સ્પેશિયલ વલસાડ થી બુધવાર, 1 જાન્યુઆરી, 2025 ના રોજ 08.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.25 કલાકે પ્રયાગરાજ પહોંચશે, આ ટ્રેન મુસાફરી દરમિયાન નવસારી, ભેસ્તાન, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, મૈહર, સતના અને માણિકપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09005 નું બુકિંગ 30.12.2024 થી જ્યારે ટ્રેન નંબર 09009, 09227, 09225, 09229 અને 09489 માટે બુકિંગ 31.12.2024 થી તમામ પી.આર. એસ કાઉન્ટર અને આઈ.આર.સી.ટી.સી વેબસાઇટ પર શરૂ થશે. સ્ટોપેજ અને સંરચના ના સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.