ઉજ્જવલા યોજનાઃ 4.3 કરોડ લોકોએ એક વખત પણ સિલિન્ડર રીફિલ ન કરાવ્યું - At This Time

ઉજ્જવલા યોજનાઃ 4.3 કરોડ લોકોએ એક વખત પણ સિલિન્ડર રીફિલ ન કરાવ્યું


- જ્યારે 7.67 કરોડ લાભાર્થીઓએ માત્ર એક જ વખત સિલિન્ડર રીફિલ કરાવ્યું નવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારઓગષ્ટ મહિનાની પ્રથમ તારીખે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો હતો પરંતુ ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડર્સ (LPG)ના ભાવ યથાવત જ છે. સરકારે માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓ માટે સબસિડી (LPG Subsidy) યથાવત રાખી છે. એલપીજીના બાકીના ગ્રાહકો માટે સબસિડી સમાપ્ત કરી દેવાઈ છે. સરકારે સંસદમાં રજૂ કરેલા આંકડાઓ પરથી જાણવા મળે છે કે, મોટી સંખ્યામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ એક પણ વખત રાંધણ ગેસના સિલિન્ડરને રીફિલ નથી કરાવ્યું. રાજ્યમંત્રીએ જણાવ્યા આંકડાકેન્દ્ર સરકારે સંસદમાં ઉજ્જવલા યોજના અંતર્ગત આપવામાં આવેલા ગેસ કનેક્શન રીફિલિંગના આંકડાઓ જાહેર કર્યા હતા. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ રાજ્યસભાને લેખિતમાં આ અંગેના સવાલનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, ઉજ્જવલા યોજનાના 4.13 કરોડ લાભાર્થીઓએ એક પણ વખત રાંધણ ગેસનું સિલિન્ડર રીફિલ નથી કરાવ્યું. જ્યારે 7.67 કરોડ લાભાર્થીઓએ માત્ર એક જ વખત સિલિન્ડર રીફિલ કરાવ્યું છે. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંકળાયેલી માહિતી માગી હતી. રામેશ્વર તેલીએ જણાવ્યું કે, 2017-18 દરમિયાન ઉજ્જવલા યોજનાના 46 લાખ લાભાર્થીઓએ એક પણ સિલિન્ડર રીફિલ નહોતું કરાવ્યું. જ્યારે એક વખત રીફિલ કરાવનારાઓનો આંકડો 1.19 કરોડ રહ્યો. રાજ્યમંત્રીના કહેવા પ્રમાણે 2018-19 દરમિયાન 1.24 કરોડ, 2019-20 દરમિયાન 1.41 કરોડ, 2020-21 દરમિયાન 10 લાખ તથા 2021-22 દરમિયાન 92 લાખ લાભાર્થીઓએ એક પણ વખત સિલિન્ડર નથી ભરાવ્યું. તેમણે એક વખત સિલિન્ડર રીફિલ કરાવ્યું હોય તેવા લોકોનો આંકડો પણ જાહેર કર્યો હતો. કેટલી સબસિડી મળતી હતીમંત્રીએ જણાવ્યું કે, 2018-19 દરમિયાન 2.90 કરોડ, 2019-20 દરમિયાન 1.83 કરોડ, 2020-21 દરમિયાન 67 લાખ અને 2021-22 દરમિયાન 1.08 કરોડ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માત્ર એક જ વખત સિલિન્ડર રીફિલ કરાવ્યું હતું. વર્ષ 2021-22 દરમિયાન કુલ 30.53 કરોડ ઘરેલુ ગેસ ઉપભોક્તાઓમાંથી 2.11 કરોડ લોકોએ એક પણ વખત ગેસ સિલિન્ડર રીફિલ નહોતું કરાવ્યું. જ્યારે 2.91 કરોડ ગ્રાહકોએ એક વખત ગેસ સિલિન્ડર રીફિલ કરાવ્યું છે. એપ્રિલ 2020 સુધી ઉજ્જવલા ગેસ સિલિન્ડર ભરાવવા પર ગરીબોને 162 રૂપિયા સબસિડી પેટે પરત મળતા હતા. જાણો શું છે નવો નિયમસરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત રાંધણ ગેસના 9 કરોડ કનેક્શન મફતમાં વહેંચ્યા છે. તે સૌ લોકોને એલપીજી સબસિડી તરીકે 200 રૂપિયા પ્રતિ સિલિન્ડર નિર્ધારિત છે. સરકારે વાર્ષિક 12 સિલિન્ડર પર સબસિડી આપવાનો નિયમ બનાવેલો છે. 21 મે 2022થી 2022-23 માટે સરકારે આ નિયમ નિર્ધારિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકાર ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબ પરિવારની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપે છે.  આ પણ વાંચોઃ 90 લાખ લાભાર્થીઓએ નાણાકીય વર્ષ 2021-22માં સિલિન્ડર રીફિલ જ ન કરાવ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.