ઉજ્જૈન: સ્કૂલ વાનનું ભીષણ અકસ્માત, 4 બાળકોના મોત, 11 ઘાયલ - At This Time

ઉજ્જૈન: સ્કૂલ વાનનું ભીષણ અકસ્માત, 4 બાળકોના મોત, 11 ઘાયલ


- મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છેઉજ્જૈન, તા. 22 ઓગષ્ટ 2022, સોમવારમધ્યપ્રદેશના નાગદા-ઉન્હેલ માર્ગ પર એક માર્ગ અકસ્માતમાં 4 બાળકોના મોત થઈ ગયા છે અને 11 બાળકો ઘાયલ થયા છે. સ્કૂલ વાન બાળકોને લઈને સ્કૂલ જઈ રહી હતી ત્યારે એક તેજ રફ્તાર ટ્રકે તેને ટક્કર મારી દીધી હતી.વાનમાં બેઠેલા બાળકો નાગદાના ફાતિમા કોન્વેન્ટ સ્કૂલના હતા. વાન જ્યારે બાળકોને લઈને જઈ રહી હતી ત્યારે રોન્ગ સાઈટથી સામે આવી રહેલી ટ્રકે વેનને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાનનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયો હતો.ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ ન મળવાને કારણે ઘાયલ બાળકોને ઉજ્જૈન તરફ જઈ રહેલી બસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં તો કેટલાકને ખાનગી હોસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ સીએમ કમલનાથે દુ:ખ વ્યક્ત કર્યુંમધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે, ઉજ્જૈન નજીક નાગદા ખાતે શાળાના બાળકોના વાહનના અકસ્માત અંગે ખૂબ જ દુઃખદ, હૃદયદ્રાવક માહિતી મળી છે. તમામ બાળકો સુરક્ષિત રહે તેવી ભગવાનને પ્રાર્થના.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.