રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોનમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ.
રાજકોટ શહેર તા.૧૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાના આદેશ અનુસાર તથા સીટી એન્જીનીયર એમ.આર.શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૧૭/૪/૨૦૨૫ નાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડનં.૪ માં આવેલ ભગવતીપરા ૧૮.૦૦ મીટર ટી.પી.રોડ ઉપર નીચે ટેબલમાં દર્શાવ્યા મુજબના દબાણો અમલીકરણના ભાગરૂપે દુર કરવા માટે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા પુર્વ ઝોનના તમામ સ્ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
