**ઝાલોદ પાલિકા ભાજપા ઉમેદવારોનો કથિત સહીવાળો જીલ્લા પ્રમુખ નામે લેટર વાયરલ** **ભાજપ જેને મેન્ડેટ આપે તેને સમર્થન વિરુદ્ધ જઈશુ નહી તેવો પત્રમા સ્પષ્ટ ઉલ્લેખ ** - At This Time

**ઝાલોદ પાલિકા ભાજપા ઉમેદવારોનો કથિત સહીવાળો જીલ્લા પ્રમુખ નામે લેટર વાયરલ** **ભાજપ જેને મેન્ડેટ આપે તેને સમર્થન વિરુદ્ધ જઈશુ નહી તેવો પત્રમા સ્પષ્ટ ઉલ્લેખ **


પત્ર લખાયો પણ પ્રમુખ સુધી પહોંચ્યો નથી
૧૦ સભ્યોનો પત્ર અમે ભાજપ સાથે, ૮ અપક્ષ અમારી સાથે ઝાલોદ પાલિકા પ્રમુખની ચૂંટણીમાં પત્રથી પ્રેશર પોલિટિક્સનો પ્રયાસ?
જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધી જણાવ્યુ કે ભાજપ જેને મેન્ડેટ આપે તેનું સમર્થન કરીશુ, મેન્ડેટની વિરુદ્ધ જઈશુ નહીં
ઝાલોદ નગર પાલિકામાં પ્રથમ વખત ભાજપની સ્પષ્ટ બહુમતી આવી છે.એક જૂથ સહેલગાહે ઉપડી ગયુ છે ત્યારે આ જૂથનો જિલ્લા પ્રમુખને સંબોધતો એક પત્ર વાયરલ થયો છે.જેમાં તેઓ તમામ ભાજપની સાથે જ છે તેવો વિશ્વાસ અપાયો છે પરંતુ તેમની સાથે આઠ અપક્ષો પણ હોવાનો ઉલ્લેખ કરી દબાણનું રાજકારણ રમાઈ રહ્યુ છે પરંતુ આવો કોઈ પત્ર પ્રમુખ સુધી પહોંચ્યો નથી. બીજી તરફ આવો પત્ર લખાયો જરૂર છે તેમ જાણવા મળ્યુ છે.

ઝાલોદ વિધાનસભામાં ભાજપને પ્રથમ વખત ૨૮ માંથી ૧૭ બેઠક સાથે સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ છે અને ૧૧ અપક્ષ ચુંટાયા છે તેમજ કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યુ નથી.

બીજી તરફ પરિણામ આવતા જ ભાજપના ૧૦ અને ૮ અપક્ષ મળી ૧૮ સભ્યો સહેલગાહે ઉપડી ગયા છે.તે પૈકીના ૧૦ ભાજપના સભ્યોની સહી વાળો એક પત્ર સોશિયલ મિડીયામાં ફરતો થયો છે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધીને જણાવ્યુ છે કે અમો ભાજપના ૧૦ સભ્યો સાથે જ
છીએ અને ભાજપની સાથે જ છીએ. ભાજપ જેને મેન્ડેટ આપે તેનું સમર્થન કરીશુ અને મેન્ડેટની વિરુદ્ધ જઈશુ નહી. છેલ્લે એક માર્મિક લીટીમાં લખ્યુ છે કે અમારી સાથે અપક્ષના આઠ સભ્યો પણ છે તે આપને વિદિત થાય. આમ તેમની પાસે બહુમતી હોવાનો ગર્ભિત ઈશારો કરવામાં આવ્યો છે.

જો કે જિલ્લા ભાજપ પ્રમુખ જણાવે છે કે આવો કોઈ પત્ર તેમને મળ્યો જ નથી.બીજી તરફ અતિ વિશ્વસનીય વ્યક્તિના જણાવ્યા પ્રમાણે આવો પત્ર લખાયો હતો જ નહી
તે સત્ય છે.ત્યારે માત્ર સોશિયલ મિડિયામાં આવો પત્ર વાયરલ કરી પ્રેશર પોલીટીકસનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનુ રાજકિય પંડિતોનુ કહેવુ છે.કારણ કે ઝાલોદ વિધાનસભાના બે દિગ્ગજ નેતાઓ પોત પોતાના માનીતાને પ્રમુખબનાવવા માંગે છે અને તે પૈકીના એક નેતાનું જ આ જૂથ છે ત્યારે ઝાલોદ પાલિકાના પ્રમુખની ચુંટણીમાં કશુ પણ થઈ શકે છે.કારણ કે ભૂતકાળમાં પણ પાલિકાની સત્તા માટે કઈ હદ સુધીનું રાજકારણ રમાય છે તેનાથી ઝાલોદવાસીઓ માહિતગાર છે.
આ સભ્યોના નામ, સહી પત્રમ
* જાકિરમિયા કાનુગા
* અનિલ ભાભોર
* ભાવનાબેન ડામોર
= રામચંદ્ર ડબગર
* રેખાબેન વસૈયા
• દિનેશ પંચાલ
* કેતન પટેલ
• અલ્કેશ વસૈયા
• અમિનાબેન માલીવાડ
* ભાવેશ એચ.કટારા


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image