રાજકોટ સિટી બસે કાળો કેર વર્તાવ્યો, ઇન્દિરા સર્કલ પાસે સાત લોકોને અડફેટે લીધા ત્રણના મોત, લોકોના ટોળાએ એકત્ર થયા - At This Time

રાજકોટ સિટી બસે કાળો કેર વર્તાવ્યો, ઇન્દિરા સર્કલ પાસે સાત લોકોને અડફેટે લીધા ત્રણના મોત, લોકોના ટોળાએ એકત્ર થયા


રાજકોટ : વધુ એક હચમચાવતી અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. બેકાબૂ સીટી બસ ચાલકે અકસ્માત સર્જતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઇ લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા છે.
ફરી એક વખત સીટી બસ ચાલકનો કહેર સામે આવ્યો છે. આજે બુધવારે સવારના સમયે ઇન્દિરા સર્કલ નજીક કેકેવી સર્કલ પાસે સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર પૂરપાટ ઝડપે બસ હંકારી બસ ચાલકે પાંચથી છ લોકોને અડફેટે લીધા હતા. અહેવાલ મળી રહ્યા છે કે આ ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image