વિષય ડુંગળીનાં મોટા જથ્થાનાં આગમનને કારણે ભાવો ન મળતા ખેડુતોનાં હિતમાં ૨૦% નિકાસ ડયુટી તાત્કાલીક દુર કરવાની જરૂર છે.
જય કિસાન સાથે ઉપરોકત વિષયે જણાવવાનું કે, ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર ડુંગળી ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રના ખેડુતો ડુંગળી વેચાણ માટે મહુવા આવે છે. જે ડુંગળી ભારતનાં વિવિધ રાજયોમાં અને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.
ખરીફ સીઝનમાં વાવેતર થયેલ ડુંગળીની આવકો મોટા જથ્થામાં માર્કેટમાં આવી રહેલ છે. ડુંગળીનાં ભાવો હાલમાં ખેડુતોને પ્રતિ ૨૦ કિલોનાં રૂા.ર૦૦/- થી ૩૦૦/- મળી રહયા છે. જે ભાવો ખુબજ નીચા છે. ચાલુ વરસે વધુ પડતા વરસાદનાં કારણે ખેડુતોને ડુંગળીની વીઘાદીઠ ઉત્પાદકતા ઘણી ઓછી મળી રહેલ છે. જે સરેરાશ વિદ્યાદીઠ ૫૦ થી ૧૦૦ મણ જેટલુ જ ચાલુ વરસે ઉત્પાદન મળી રહેલ હોય. જેથી ઉત્પાદન ખર્ચ કરતા ઓછા ભાવો મળવાનાં કારણે ડુંગળી પકવતા ખેડુતોને ભારે આર્થિક નુકશાન વેઠવુ પડી રહયુ છે. અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહેલ છે. આગામી સમયમાં ડુંગળીનો જથ્થો વિપુલ પ્રમાણમાં માર્કેટમાં આવનાર છે.
ત્યારે અહીંની ડુંગળીની વિદેશમાં ખુબજ મોટા પ્રમાણમાં માંગ છે. જો કે ભારત સરકારે ડુંગળીની નિકાસ પર ૨૦% નિકાસ ડયુટી લગાવેલ છે. જે ડુંગળી પરની ૨૦% નિકાસ ડયુટી હટાવી દેવામાં આવે તો ખેડુતોને થતી નુકશાનીમાં રાહત થઈ શકે તેમ છે.
સૌરાષ્ટ્રનાં તમામ ખેડુતભાઈઓ વતી વિનંતી કરવામાં આવે છે કે, ૨૦% નિકાસ ડયુટી જો વહેલીતકે હટાવવામાં આવે તો ખેડુતો માટે ખુબજ લાભદાયી નિર્ણય સાબીત થશે, તેમજ ખેડુતોને થતી આર્થિક નુકશાનીમાંથી બચી શકશે
રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
