194 કરોડની લાલચ આપી 64.80 કરોડની ઠગાઈ
રાજકોટના વેપારીને હળદરની ખેતીના પોલી હાઉસના નામે ફસાવનાર ચાર સકંજામાં, ક્રાઇમ બ્રાંચની ટીમના મહારાષ્ટ્રમાં ધામા
મહારાષ્ટ્રની કથિત કંપનીના ઠગોએ સોશિયલ મીડિયામાં વિવિધ વીડિયો બતાવી યુવક અને તેના ભાગીદારોને ફસાવ્યા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બિગબજાર પાછળના જગન્નાથ પ્લોટમાં રહેતા અને નવલનગરમાં ધર્મભક્તિ વેન્ચર પ્રા.લિ.નામે ખેત પ્રોડક્ટ લે-વેચની ભાગીદારી કંપની ધરાવતાં પ્રશાંત પ્રદીપભાઇ કાનાબાર (ઉ.વ.32) સાથે મહારાષ્ટ્રની કંપનીના સંચાલકોએ રૂ.64.80 કરોડની છેતરપિંડી કરી હતી. પ્રશાંત કાનાબારનો સંપર્ક કરી કંપનીના સંચાલકોએ પોતે હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવી તેમાં જોડાવાથી 1 અબજ 94 કરોડ 40 લાખનું વળતર મળશે તેવી લાલચ આપી પ્રશાંતને ફસાવ્યો હતો અને તેની પાસેથી રૂ.64.80 કરોડનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં આ ગઠિયાઓએ પોલી હાઉસ બનાવ્યું નહોતું અને વળતર પણ ચૂકવ્યું નહોતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
