દેશભરમાં 72 સ્થળો પર વૃદ્ધોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો - At This Time

દેશભરમાં 72 સ્થળો પર વૃદ્ધોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો


ભારત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત અમલી રાષ્ટ્રીય વયો યોજના અન્વયે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.વીરેન્દ્ર કુમારની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં દેશભરમાં 72 સ્થળો પર વૃદ્ધોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

જેના ભાગરૂપે બોટાદમાં જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને મોડેલ સ્કૂલ ખાતે કાર્યક્રમ સંપન્ન થયો હતો. જેમાં જિલ્લાના 985 વયોવૃદ્ધ લાભાર્થીઓને કુલ 1 કરોડ 2 લાખના સાધનોનું વિતરણ કરાયું હતું.બોટાદ જિલ્લામાં નવેમ્બર, 2021થી ચારેય તાલુકાઓમાં કેમ્પ યોજી 985 વૃદ્ધોનું પરિક્ષણ કરી તેમને સાધન વિતરણ સહાય આપવામાં આવી હતી. આ અવસરે જિલ્લા કલેક્ટરએ ઉપસ્થિત રહી ઉપસ્થિતો અને લાભાર્થીઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લાભાર્થીઓને વ્હીલ ચેર, કૃત્રિમ દાંત, ચશ્મા, લાકડી, સર્વાઈકલ કોલર સહિતના સાધનોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું
કાર્યક્રમમાં જિલ્લા બોટાદની મોડેલ સ્કૂલના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ મયૂરભાઈ પટેલ, સહિતના અગ્રણીઓ તેમજ મોડેલ સ્કૂલના આચાર્ય વિક્રમસિંહ પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડવ સહિતના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વયોવૃદ્ધ લાભાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.