મહીસાગર જિલ્લામાં નવનિયુક્ત કલેક્ટરશ્રી અર્પિત સાગરે ચાર્જ સંભાળ્યો
મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી તરીકે નવનિયુક્ત અર્પિત સાગરે આજરોજ પદભાર સંભાળ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રી તરીકેનો પદભાર સંભાળનાર અર્પિત સાગર મૂળ ઉત્તર પ્રદેશ બરેલીના વતની છે તેઓએ એન આઈ ટી અલાહાબાદથી બીટેક ઇલેક્ટ્રોનિકસનો અભ્યાસ કર્યો છે.તેઓ વર્ષ ૨૦૧૫માં આઇ.એ.એસ. તરીકે પસંદગી પામ્યા હતા.આ અગાઉ તેઓ વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વલસાડ અને નવસારીના હોદ્દા પર જવાબદારી સંભાળી ચુકયા છે.
મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી તરીકેનો પદભાર સંભાળતા અર્પિત સાગરે જણાવ્યું હતું કે મહિસાગર જિલ્લો કુદરતી સૌંદર્ય ધરાવે છે જિલ્લામાં ટુરીઝમના વિકાસને વેગ મળે તેમજ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય અને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચે તેવા મારા પ્રયાસો રહેશે. હું જિલ્લા વાસીઓને આથી અપીલ કરુ છુ કે, તેઓને લગતા વહીવટી પ્રશ્નો બાબતે મારો સીધો સંપર્ક કરી શકે છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
