જસદણ માટે ગર્વની વાત, મળ્યો ૨૦૨૪નો સ્ટાર એવોર્ડ - At This Time

જસદણ માટે ગર્વની વાત, મળ્યો ૨૦૨૪નો સ્ટાર એવોર્ડ


જસદણ માટે ગર્વની વાત, મળ્યો ૨૦૨૪નો સ્ટાર એવોર્ડ

તા. ૧૦ ફેબ્રુઆરીએ ડ્રીમ ક્લબ ખાતે જાનવી ઈસરાની તેમજ તેમની ટીમ દ્વારા રાજકોટમાં ટાર્ગેટ ઇવેન્ટ અને સતનામ પ્લેસમેન્ટ દ્વારા સ્ટાર એવોર્ડ ૨૦૨૪નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભરમાંથી મોડેલિંગ, ડાન્સિંગ, સિંગિંગ, ગુજરાતી ફિલ્મને લગતા એક્ટિંગ કલાકારો, ડાયરેક્ટર, ફિલ્મ પ્રોડ્યુસર તેમજ સુફી આર્ટિસ્ટ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આપણા જસદણ શહેરના નટરાજ ડાન્સ એકેડેમી ચલાવતા ડાન્સર, એક્ટર, મોડલ તેમજ કોરિયોગ્રાફર એવા નિકુલ રાખોલીયાને પણ આ સ્ટાર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે શૈલેષભાઈ શાહ(ડાયરેક્ટર), સંજયભાઈ પ્રજાપતિ (ફેમ ઓફ હંસાબેન ભરતભાઈ પરમાર) પી.પી. હેરભા, પૂજાબા જાડેજા (એનજી.ઓ.), જયેશ ઠાકોર (ફિલ્મ અભિનેતા), મનન ભરવાડ (એક્ટર), સોહિલ બ્લોચ (સિંગર) વગેરે નામાંકિત મોટા મુખ્ય મહેમાનોએ હાજરી આપી હતી. આ તકે કોરિયોગ્રાફર નિકુલ રાખોલીયાને સંજયભાઈ પ્રજાપતિ તેમજ પૂજાબા જાડેજા હસ્તક સ્ટાર એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. નિકુલ રાખોલીયા ભૂતકાળ સમયમાં બે અર્બન ગુજરાતી ફિલ્મ, એક હિન્દી બોલીવુડ ફિલ્મ, એક આલ્બમ સોંગ, તેમજ એડવર્ટાઈઝમેન્ટમાં કામ કરી ચૂક્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.