ચોપડા ગામના તેમજ આજુબાજુ વિસ્તારના લોકોએ આતંક મચાવનાર દીપડાની પાંજરે પૂરવાની માંગ કરી. - At This Time

ચોપડા ગામના તેમજ આજુબાજુ વિસ્તારના લોકોએ આતંક મચાવનાર દીપડાની પાંજરે પૂરવાની માંગ કરી.


મોડાસા તાલુકાના ચોપડા ગામના તેમજ આજુબાજુ વિસ્તારના લોકોએ આતંક મચાવનાર દીપડાની પાંજરે પૂરવાની માંગ સાથે કલેકટર અને ફોરેસ્ટ વિભાગને આવેદનપત્ર આપ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી ચોપડા વિસ્તારના જંગલ વિસ્તારમાં બકરા અને અન્ય પશુ જીવોનું મારણ કરેલ હોય ત્યારે ગામ લોકો ભયભીત બની આજરોજ અરવલ્લી જિલ્લા કલેકટર અને ફોરેસ્ટ વિભાગના જિલ્લાના અધિકારીઓને મોટી જાનહાની ટાળવાના અનુસંધાને દીપડાને પાંજરે પૂરે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચોપડા ગામના પૂર્વ સરપંચ વિક્રમસિંહ ઠાકોરના જણાવ્યા અનુસાર આ વિસ્તારના લોકો ઢોર ચરાવવા તેમજ જંગલમાં લાકડા કાપવા જતા લોકોને આ જંગલી જાનવર મોટી જાનહાની કરે તો જવાબદાર કોણ?? વારંવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી તેવા આક્ષેપ સાથે જિલ્લા કલેકટર અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image