કલોલની સ્વર્ણીમ સ્ટાર્ટઅપ - ઇનોવેશન યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું અપહરણ - At This Time

કલોલની સ્વર્ણીમ સ્ટાર્ટઅપ – ઇનોવેશન યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું અપહરણ


કલોલ ખાતેની સ્વર્ણીમ સ્ટાર્ટઅપ - ઇનોવેશન યુનિર્વસીટીમાં અભ્યાસ અર્થે જતી હોવાનું કહીને ગાંધીનગરના ધોળાકુવા ઘરેથી રાબેતા મુજબ એકસેસ લઈને નીકળેલી 16 વર્ષીય દીકરી મોડી રાત સુધી પરત નહીં ફરતાં તેના શ્રમજીવી પિતાએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરાવ્યો છે. ગાંધીનગરના ધોળાકુવા રહેતાં અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા શ્રમજીવીની પત્ની નિફ્ટ કોલેજમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.