ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી દિલ્હી અપોલો હોસ્પિટલમાં દાખલ
બ્રેકિંગ ન્યૂઝ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (96) ને શુક્રવારે મોડી રાત્રે દિલ્હી અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ ડોક્ટર વિનીત સૂરીની દેખરેખ હેઠળ ચાલી રહી છે.
ગત વર્ષના જુલાઈ મહિનામાં પણ અડવાણીને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે પહેલાં તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં માત્ર એક રાત રોકાયા બાદ તેમને રજા આપવામાં આવી હતી.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે તેમને માત્ર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
સૌરાંગ ઠકકર
અમદાવાદ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
