શાળાના બાળકોના પરિવહન માટે LPG/CNG વાહનો પર પ્રતિબન્ધ મુકવા માંગ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પ્રા.જે.એમ.તળાવિયાની રજુઆત. - At This Time

શાળાના બાળકોના પરિવહન માટે LPG/CNG વાહનો પર પ્રતિબન્ધ મુકવા માંગ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પ્રા.જે.એમ.તળાવિયાની રજુઆત.


અમરેલી : શાળાના નાના બાળકોના પરિવહન માટે મોટા ભાગે LPG/CNG સંચાલિત વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે, તદઉપરાંત ક્ષમતા કરતા બેવડી સંખ્યામાં બાળકો બેસાડવામાં આવે છે. આ અંગે શાળા સંચાલકો અને વાહન ચાલકો ઘોર બેદરકારી સેવતા હોય છે.
આ અંગે કોઈ મોટી દુર્ઘટના બને તે અગાઉ ખુલતા વેકેશનથી શાળાના બાળકોના પરિવહન માટે માત્ર અને માત્ર પેટ્રોલ/ડીઝલ/બેટરી સંચાલિત વાહનોને જ પરવાનગી આપવી તે મતલબનો પરિપત્ર જે તે વિભાગ દ્વારા કરવામાં આવે તેવા આદેશો કરવામાં આવે તેવી રજુઆત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ભા.જ.પ.અગ્રણી પ્રા.જે.એમ.તલાવીયાએ કરી છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.