ભડલી ગામની સીમમાં ગેસ એજન્સીની સામે ભયજનક મોટરસાઇકલ ચલાવતા અકસ્માત : મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ - At This Time

ભડલી ગામની સીમમાં ગેસ એજન્સીની સામે ભયજનક મોટરસાઇકલ ચલાવતા અકસ્માત : મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ


વિછીયા તાલુકાના થોરીયાળી ગામના રેખાબેન ડોટર ઓફ રાઘવભાઇ રામાભાઇ રાજપરા જેવો એ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 23.09.2023 ના રોજ બપોરે 1:00 વાગ્યા ની આસપાસ ગઢડા થી તેમના મોટા બહેન મનીષાબેન ના ઘરે થોરીયાળી ગામ જવા નીકળેલ એકટીવા મોટરસાયકલ ચલાવી 1:45 વાગ્યાની આસપાસ આસપાસ ભડલી ગામની સીમમાં ગેસ એજન્સીની સામે રોડ ઉપર પહોંચતા એક મોટરસાયકલ ચાલક પૂર ઝડપે પોતાનું મોટરસાયકલ ચલાવી જતો અને એક સાઇડ તારવવા જતા ભયજનક વળાંક લેતા ફરિયાદીના એકટીવા સાથે મોટરસાયકલ સાથે ભટકાડી દીધેલ અને ફરિયાદી અને તેના બહેન નીચે પડી ગયેલ અને હાથ પગમાં અને મોઢાના ભાગે ઇજા થયેલ હતી અને 108 એમ્બ્યુલન્સ મારફત જસદણ સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતા. તેમજ પ્રાથમિક સારવાર લીધા બાદ રાજકોટ રીફર કરેલ હતા જેથી ફરિયાદીએ સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ23S1214 વાળું મોટરસાયકલ ચાલક વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.