આજથી ફરી રાજકોટમાં વીજતંત્રનું ચેકીંગ : ચાર સબ ડિવીઝન વિસ્‍તારોમાં ૪૬ ટીમો ત્રાટકી : ૧૦ લંગરીયા ઝડપાયા - At This Time

આજથી ફરી રાજકોટમાં વીજતંત્રનું ચેકીંગ : ચાર સબ ડિવીઝન વિસ્‍તારોમાં ૪૬ ટીમો ત્રાટકી : ૧૦ લંગરીયા ઝડપાયા


રાજકોટ તા. ૧૮ : સમગ્ર સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં રાજકોટમાં સૌથી વધુ વીજચોરી થાય છે, છેલ્લા ૬ મહિનાથી તંત્ર દ્વારા વીજચોરી ઝડપી લેવા ધોંસ શરૂ કરાઇ છે, અત્‍યાર સુધીમાં ૧૦૦ કરોડથી વધુની વીજચોરી ઝડપાઇ છે.
આજે ફરી રાજકોટમાં કોર્પોરેટ કચેરીની સુચના વીજીલન્‍સની ૪૮, ટીમો ચાર સબ ડિવીઝન વાવડી, ખોખડદળ, માધાપર અને રૈયા રોડ ક્ષેત્રમાં ત્રાટકી છે. જેમાં રસુલપરા, રામનગર, મહમદીબાગ, શિવધારા પાર્ક, સોમનાથ સોસાયટી, કૈલાશ પાર્ક, સૈનિક સોસાયટી, ૨૫ મીટર જીએચબી કવાર્ટર, જામનગર સો, શાષાીનગર, આરએમસી, આવાસ, સતાધાર પાર્ક ક્ષેત્રમાં ધોંસ બોલાવાઇ છે, ત્રણ સ્‍થળે ૧૦થી વધુ લંગરીયા પકડાયા હોવાનું બહાર આવ્‍યું છે, ૧૨થી વધુ મીટરના પડીકાવાળી લેવાયા હતા, કુલ ૫ ફીડર વિસ્‍તાર વીજ ચેકીંગમાં આવરી લેવાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.