બાપુનગરમાં ડ્રેનેજ લાઈન ઉભરાવા સહિત રોડ,પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. આ મામલે મ્યુનિ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું ન હતુ. જેના કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ ઉપવાસ-ધરણાં પર ઉતર્યા હતા. - At This Time

બાપુનગરમાં ડ્રેનેજ લાઈન ઉભરાવા સહિત રોડ,પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. આ મામલે મ્યુનિ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું ન હતુ. જેના કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ ઉપવાસ-ધરણાં પર ઉતર્યા હતા.


કોર્પોરેશનનીપ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવા અંગે ધરણાં કરનારા સ્થાનિક અગ્રણી પલાભાઈ સોલંકીએ કહ્યુ હતું કે, બાપુનગર વિસ્તારમાં આવેલા અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર સંજય નગરથી બાપુનગર તરફ જવાના રોડ પર ગટરનું પાણી બહાર રોડ ઉપર આવી જતાં સ્થાનિક રહીશો ગટરના પાણીમાં ચાલવા માટે મજબૂર થયા છે. વાહનચાલકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને વધુ તકલીફ પડી રહી છે. આ ઉપરાંત બાપુનગરના રોડ, પાણી, ડ્રેનેજની પ્રાથમિક સુવિધા મળતી ન હોવા અંગે કેટલાય સમયથી સ્થાનિકો દ્વારા અધિકારીઓ સમક્ષ રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવતું ના હોવાથી સ્થાનિકો ઉપવાસ-ધરણાં પર ઉતર્યા હતા લોકોના રોષને જોઈને મ્યુનિ.ના અધિકારીઓ દોડતાં થઈ ગયા હતા. ઉપવાસ શરૂ થયાના પાંચ કલાકમાં જ મ્યુનિ.ના સત્તાધિશોએ ઉપવાસ-આંદોલનના સ્થળે જઈને પાણી ભરાવા સહિતની સમસ્યાનો 15 દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી 15 દિવસમાં સમસ્યાના નિકાલ કરવાની બાંહેધરી આપી હતી અને લોકોને સમજાવ્યા હતાસ સ્થાનિકોએ સમયમર્યાદામાં આ સમસ્યાઓ ઉકેલાશે નહીં તો અમે એએમસીની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીનો ઘેરાવ કરીને ઘરણાં-પ્રદર્શન કરીશું.....
દિનેશ સોલંકી અમદાવાદ બાપુનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image