મહુવામાં યોગી નગર સોસાયટીના રહીશોનો મોબાઈલ ટાવર વિરુદ્ધ વિરોધ, પાત અધિકારીને રજુઆત
(રીપોર્ટ હિરેન દવે)
મહુવા શહેરના યોગી નગર સોસાયટી ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલી સોસાયટીના રહીશોએ એરટેલ કંપની દ્વારા પ્લોટ નં 30 પર મોબાઈલ ટાવર ઉભું કરવાના કામનો સખત વિરોધ કર્યો તેમના જણાવ્યા મુજબ તારીખ 09/04/2025ના રોજ કોઈ પૂર્વ મંજૂરી લીધા વગર ટાવર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું સોસાયટીના રહીશોએ જણાવ્યું કે આવો ટાવર આવાસીય વિસ્તારમાં આરોગ્ય અને સુરક્ષા માટે જોખમરૂપ બની શકે તેમણે આ બાબત અંગે ટાવરનું કામ અટકાવવા માટે પાત અધિકારી સાહેબને લેખિત પત્ર આપીને રજૂઆત કરી રહીશોએ કંપનીના કર્મચારીઓને પણ સચોટ રીતે આ અવ્યવસ્થિત કાર્યવાહી અંગે અવગત કરાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
