મણિનગર પોલીસે ડોગ સ્કોડ અને સીસીટીવી ની મદદથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો. - At This Time

મણિનગર પોલીસે ડોગ સ્કોડ અને સીસીટીવી ની મદદથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો.


અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વોદય સોસાયટી, વ્રજરાજ બેંગલોઝ ખાતે રહેતા અને પ્લાયવુડનો વેપાર કરતા ફરિયાદી દર્શિલ કેતનભાઈ ઠક્કર ઉ.વ. ૨૭ ના રહેણાંક મકાનની ગેલેરીના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કરી અજાણ્યો આરોપી બેડરૂમમાં ડ્રેસિંગ રૂમના કબાટ તથા તિજોરીમાં રાખેલ રોકડ રકમ રૂ. ૧,૭૬,૦૦૦/- રોલેક્સ કંપનીની કાંડા ઘડિયાળ, ડાયમંડ વીટી, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ બુટ્ટી તથા આઇફોન વિગેરે મળી, કુલ રૂ. ૧૩,૯૬,૦૦૦/- ની ચોરી કરી નાસી જતા ફરીયાદી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા મણિનગર પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી,

અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, મા.સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર ૦૨ જયપાલ સિંહ રાઠોડ તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૬ રવિમોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી,

અમદાવાદ શહેર જે ડિવિઝનના એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.પી.ઉનડકટ, ડી સ્ટાફના પી.એસ.આઇ પી.આર.પરમાર તથા સ્ટાફના પો.કો. અર્જુનસિંહ, અનિલભાઈ, ગુલામભાઈ, દેવુસિંહ, દીપકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચેક કરતા, આ ગુન્હામાં મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં ઘરફોડ અને વાહનચોરી પકડાયેલ આરોપી સંડોવાયેલ હોવાની હકીકત જણાઈ આવેલ હતી. જે આધારે આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા ઉવ. ૨૦ રહે. રામગલીના છાપરા, ઈસનપુર, અમદાવાદની ધરપકડ કરવામાં આવેલ છે,

અમદાવાદ શહેર જે ડિવિઝનના એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ ડી.પી.ઉનડકટ, ડી સ્ટાફના પી.એસ.આઇ પી.આર.પરમાર તથા સ્ટાફના પો.કો. અર્જુનસિંહ, અનિલભાઈ, ગુલામભાઈ, દેવુસિંહ, દીપકભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા બાતમી આધારે તેમજ હાલમાં સતત ચાલતા વાહન ચેકીંગ દરમિયાન સીસીટીવી ફૂટેજ આધારે મળેલ બાતમી આધારે ખાતેથી આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા ઉવ. ૨૦ રહે. રામગલીના છાપરા, ઈસનપુર, અમદાવાદ ને રાઉન્ડ અપ કરી ડોગ સ્ક્વોડના હેન્ડલર એ.એસ.આઈ. અજીતસિંહ ( ઓરિયો ) ડોગની હાજરીમાં પોલીસની ભાષામાં પૂછપરછ હાથ ધરતા ડોગ દ્વારા પણ આરોપીને ઓળખી બતાવતા ડોગ પોતાને પકડી પાડશે એવા ભયના કારણે આરોપી ભાંગી પડેલ હતો અને ગઈ રાત્રે, વ્રજ રાજ બેંગલોઝ, મણિનગર ખાતે થયેલ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરવામાં આવેલ હતી અને પૂછપરછ દરમિયાન મણિનગર પોલીસ ટીમ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનના ખાતેના ઘરફોડ ચોરીનો મુદામાલ રોલેક્સ કંપનીની કાંડા ઘડિયાળ, ડાયમંડ વીટી, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ બુટ્ટી તથા આઇફોન વિગેરે મળી, કુલ રૂ. ૧૩,૯૬,૦૦૦/- નો મુદ્દામાલ ઉપરાંત એક સોનાની ચેઇન, સોનાનું પેંડલ અને ડાયમંડ બુટ્ટી સહિત રૂ. ૨,૦૦,૦૦૦/- સહિત કુલ રૂ. ૧૫,૯૬,૦૦૦/- કબજે કરવામાં આવેલ છે,

મણિનગર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીની ફરિયાદમાં લખાવેલ મુદામાલ ઉપરાંત ચોરી થયેલ આશરે બે લાખનો મુદામાલ પણ શોધી કાઢેલ હતો પકડાયેલ આરોપીને મણિનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી ધરપકડ કરવામાં આવેલ છે આમ, ગણતરીના કલાકોમાં મણિનગર પોલીસ દ્વારા માતબર રકમની ઘરફોડ ચોરીના ગુના ની શોધ કરી, તમામ મુદામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવેલ છે,

પકડાયેલ આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારાની પૂછપરછમાં આરોપી રામગલીના છાપરા વિસ્તારમાં પોતાના પિતા મરણ ગયેલ હોઈ, પોતાની માતા અને ભાઈ સાથે રહે છે પોતાના ભાઈને પેટની બીમારી હોય ઘરની જવાબદારી પોતાના ઉપર હોય ભાઈની સારવાર અને ઘર ચલાવવા રૂપિયાની જરૂર હોય ચોરીના રવાડે ચડી ગયેલાની કબૂલાત કરવામાં આવેલ છે, પકડાયેલ આરોપી અર્જુન ચુનારા બાબતે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરતા ભૂતકાળમાં પણ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ઘરફોડ ચોરી અને એક વાહનચોરી, પાલડી પોલીસ સ્ટેશન ખાતે એક ઘરફોડ ચોરી એમ ત્રણ ગુન્હામાં તથા આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે અકસ્માત અને અટકાયતી પગલામાં અડધો ડઝન વાર પકડાયેલ આંતરજીલ્લા ગુન્હેગાર હોવાનો ગુન્હાહિત ભૂતકાળ ધરાવે છે, પકડાયેલ આરોપીની ૨૦૨૪માં મણિનગર પોલીસ દ્વારા પાસા ધારા હેઠળ અટકાયત કરી, ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતો,

મણિનગર પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.પી.ઉનડકટ, પી.એસ.આઈ પી.આર. પરમાર તથા સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ભૂતકાળમાં કબૂલાત કર્યા સિવાય બીજા કોઈ ગુન્હા આચારેલા છે કે કેમ...? કોઈ ગુન્હામાં પકડાયેલ કે વોન્ટેડ છે કે કેમ..? વિગેરે મુદાઓસર વધુ પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image