વિજાપુર શરદપૂનમ નો તહેવાર નિમિત્તે જરૂરિયાત મંદ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી - At This Time

વિજાપુર શરદપૂનમ નો તહેવાર નિમિત્તે જરૂરિયાત મંદ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી


વિજાપુર માં શરદપૂનમ નો તહેવાર જરૂરિયાતમંદ બાળકો સાથે...
જાયન્ટ્સ વિજાપુર સહિયર દ્વારા પ્રમુખ શ્રીમતી કૃણાલબેન ઠાકર ના નેતૃત્વ હેઠળ શરદપૂનમના તહેવારની ઉજવણી જરૂરિયાતમંદ બાળકો સાથે કરવામાં આવી. તમામ બાળકો મન મૂકીને ગરબે ઘુમ્યા... સ્વાદિષ્ટ દૂધ પૌવાના પ્રસાદની પેટ ભરીને મજા માણી અને દાતાશ્રી પૂજા જોષી અને ભારતી પુરોહિતના સહકાર સાથે તમામ બાળકોને સુંદર મજાની રંગબેરંગી પ્લેટ અને ચમચી ભેટ (લહાણી) સ્વરૂપે આપવામાં આવી.
આ પ્રસંગે વિજાપુરના પ્રસિદ્ધ ડૉ. શ્રી સુભાષભાઈ દવે, સતિષભાઈ પટેલ (દેવ ઈન્ડસ્ટ્રીઝ) સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કામગીરી બિરદાવીને અમારો ઉત્સાહ વધાર્યો હતો...સૌનો ખૂબ ખૂબ આભાર 🙏🙏

મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.