વિંઝોલ-વટવા જીઆઈડીસી ખાતે મફત આરોગ્ય ચેકઅપ કેમ્પ: ફક્ત ₹400માં મળશે લોહીના સંપૂર્ણ રિપોર્ટ!
વિંઝોલ-વટવા જીઆઈડીસી ખાતે મફત આરોગ્ય ચેકઅપ કેમ્પ: ફક્ત ₹400માં મળશે લોહીના સંપૂર્ણ રિપોર્ટ!
અમદાવાદ શહેરના વિંઝોલ-વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પાવન શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરે આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ પગલાં લેવાઈ રહ્યા છે. શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટના સહયોગથી તથા સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ અને પ્રમુખ અતુલભાઈ રાવજીભાઈ પટેલના નેતૃત્વમાં આ અભિયાન ચાલી રહ્યું છે.
M-Cure પેથોલોજી લેબોરેટરી દ્વારા તા. 12 એપ્રિલ, શનિવારના રોજ ખાસ આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાશે. માત્ર ₹400ના રાહત દરે લોહીના વિવિધ ટેસ્ટ કરાવવામાં આવશે, જેમાં નીચેના ટેસ્ટનો સમાવેશ થાય છે:
હિમોગ્લોબિન
ડાયાબિટીસ
કિડની ફંકશન
લીવર ફંકશન
લિપિડ પ્રોફાઇલ (લોહી ની ચરબી)
થાયરોઈડ
કેલ્શિયમ
યુરિક એસિડ
ટેસ્ટ માટે સમય:
સવારે: 10:00 થી 1:00
સાંજે: 6:00 થી 9:00
ત્યાંજ સાથે શેલ્બી હોસ્પિટલ દ્વારા સવારે 10:00 થી 1:00 દરમિયાન ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની મફત ચકાસણી પણ કરવામાં આવશે. ઉપરાંત હાડકાના નિષ્ણાત ડોક્ટર દ્વારા જોઈન્ટ્સ અને હાડકાની સમસ્યાઓ માટે નિદાન અને માર્ગદર્શન મળશે.
રજીસ્ટ્રેશન માટે તાત્કાલિક સંપર્ક કરો:
8780995969
આ આરોગ્ય કેમ્પ જીવન બચાવે તેવી સાબિતી આપી શકે છે. સમય પર ચકાસણી કરાવો અને આરોગ્યપ્રદ જીવનની દિશામાં એક મજબૂત પગલું ભરો.
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે
