પંજાબમાં આ 10 નેતાઓ આતંકવાદીઓના ટાર્ગેટ પર, ગુપ્તચર એજન્સીઓનું એલર્ટ - At This Time

પંજાબમાં આ 10 નેતાઓ આતંકવાદીઓના ટાર્ગેટ પર, ગુપ્તચર એજન્સીઓનું એલર્ટ


- વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોહાલી પ્રવાસ પહેલા જ ગુપ્તચર એજન્સીનું એલર્ટચંદીગઢ, તા. 21 ઓગષ્ટ 2022, રવિવારકેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ પંજાબમાં 10 રાજકારણીઓ પર ખૂની હુમલા માટે એલર્ટ જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસને આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબનો માહોલ બગાડવા માટે આતંકવાદીઓ લગભગ 10 રાજનેતાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આમાંથી 4 નેતાઓ કોંગ્રેસના છે જેમાં પૂર્વ મંત્રીઓ સુખજિંદર રંધાવા, વિજયેન્દ્ર સિંગલા, ગુરકીરત કોટલી અને પૂર્વ ધારાસભ્ય પરમિંદર સિંહ પિંકીના નામ પણ સામેલ છે. કેન્દ્રીય એજન્સીઓએ પંજાબ પોલીસને આ 10 રાજકારણીઓની સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો છે.વધુ વાંચો: આતંકવાદીઓની રડાર પર પંજાબ પોલીસ ઓફિસર્સ, જાણો હીટલિસ્ટમાં કયા કયા જિલ્લાવડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 ઓગષ્ટના રોજ ચંદીગઢ અને મોહાલીના પ્રવાસ પર જવાના છે. તેઓ મોહાલીના ન્યુ ચંદીગઢમાં બનેલા હોમી ભાભા કેન્સર હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. પરંતુ આ પહેલા જ ગુપ્તચર એજન્સી દ્વારા પંજાબમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં હવે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની આતંકવાદી પંજાબમાં હડકંપ મચાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસને આ વિશે એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ પ્રમાણે આતંકવાદી ચંદીગઢ અને મોહાલીમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે. આ માટે ભીડભાડવાળી જગ્યાઓને નિશાન બનાવી શકાય છે. ગુપ્તચર એજન્સીઓએ આ અંગે તમામ સંબંધિત રાજ્ય એજન્સીઓને જાણ કરી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુપ્તચર એજન્સીઓ પરથી પ્રાપ્ત ઈનપુટના આધાર પર પંજાબ પોલીસને અનેક મહત્વપૂર્ણ જાણકારી હાથ લાગી છે. એલર્ટ બાદ પંજાબ પોલીસ અને મહારાષ્ટ્ર એટીએસએ એક સંયુક્ત અભિયાનમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આ સંદિગ્ધ પંજાબ પોલીસના સબ ઈન્સ્પેક્ટર દિલબાગ સિંહની કારમાં બોમ્બ પ્લાન્ટ કરવાની યોજના બનાવી રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.