ગાયમાતાને લમ્પી વાયરસથી બચાવવા થરાદના શ્રીફળીયા હનુમાનજીએ અર્પણ કરાઇ 51 ફૂટની ધજા - At This Time

ગાયમાતાને લમ્પી વાયરસથી બચાવવા થરાદના શ્રીફળીયા હનુમાનજીએ અર્પણ કરાઇ 51 ફૂટની ધજા


બનાસકાંઠા,તા. 27 ઓગસ્ટ 2022, શનિવાર ગુજરાત ભરમાં લમ્પી નામના વાયરસે ભરડો લીધો છે, જેના કારણે ગુજરાતના અનેક ગામોમાં આ વાયરસના કારણે મોટાપાયે ગાયોના મોત થઇ રહ્યાં છે, ત્યારે લમ્પી રોગથી પીડાતી ગાયો જલ્દી સાજી થાય અને રોગ નાબૂદ થાય તેના માટે મલુપુર ગામના યુવાનો અને વડીલોએ માનતા માની હતી. આ માનતાને પૂર્ણ કરવા માટે આજે શનિવારના દિવસે મલુપુર ગામના 200થી વધુ યુવાનો અને વડીલો ધરણીધર ગૌશાળા મલુપુરથી 51 ફૂટની ધજા સાથે લાખણીના ગેળા ધામે બિરાજતા શ્રીફળીયા હનુમાન મંદિરે આવ્યા હતા. શ્રીફળના પહાડ ઉપર 51 ફૂટની ધજા ચડાવી હતી અને ગાયોને લમ્પી વાયરસથી બચાવવા અને જે ગાયોને લમ્પી વાયરસ થયો છે તે જલ્દી સ્વસ્થ થાય તે માટે હનુમાન દાદાને પ્રાર્થના કરી હતી.આ મંદિરને લઇને માન્યતા છે કે, દરેક દિવસે ને દિવસે આ શ્રીફળનો ઢગલો મોટો થતો જાય છે, અને લોકોની મનોકામના પણ પુર્ણ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.