ધંધુકાના પ્લોટ વિસ્તાર માં ગટરનું પાણી ભરાતા સ્થાનિકો માં રોષ. - At This Time

ધંધુકાના પ્લોટ વિસ્તાર માં ગટરનું પાણી ભરાતા સ્થાનિકો માં રોષ.


ધંધુકા ના પ્લોટ વિસ્તાર મા ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન, ગંદા પાણીના કારણે મચ્છરનો ઉપદ્વવ થતા રોગચાળો ફેલાવાની ભીતિ શેવાય છે.
અનેક વખત રજુઆત કરવા છતા સમસ્યાનો ઉકેલ આવ્યો નથી
ધંધુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ના સતવારા સોસાયટી રેલ્વે સ્ટેશન સામે પ્લોટમાં વોડ નંબર ૧ આશ્રમ વાળો રોડ ઘનશ્યામભાઈ નાનજી ભાઈ ઝાંઝરકા વાળા ના ઘર ની સામે ગટરના ગંદા પાણી ઉભરાતા મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. રોગચાળાને આમંત્રણ અપાતું હોવાનુ સામે આવી રહ્યું છે. આ વિસ્તારના લોકો નગરપાલિકામાં વાંરવાર રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈને પેટનું પાણી હલતું ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ ગંદા પાણીમાંથી પસાર થવાના કારણે અનેક લોકો તાવ, શરદી જેવી બીમારીમાં સપડાયા છે. આવી જ રીતે પાછળના વિસ્તારમાં પાણી સતત ભરાયેલા રહે છે. કોઈ નિરાકણ આવતું નથી. ગંદા પાણી ઉભરાય છે. ધંધુકા સતવારા સોસાયટી રેલ્વે સ્ટેશન સામે પ્લોટમાં વોડ નંબર ૧ આશ્રમ વાળો રોડ ઘનશ્યામ ભાઈ નાનજીભાઈ ઝાંઝરકા વાળા ના ઘર ની સામે ગટરની તેમજ પાણી ઉભરાવાની સમસ્યાં ગંભીર બની છે. ગંદા પાણીના કારણે બાળકો મહિલાઓ રાહદારીઓ ખૂબ પરેશાન છે. આ સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.