વધુ એક તારીખ : તિસ્તા સેતલવાડ, આર બી શ્રી કુમારની જામીન અરજીનો ચુકાદો ફરી મુલતવી - At This Time

વધુ એક તારીખ : તિસ્તા સેતલવાડ, આર બી શ્રી કુમારની જામીન અરજીનો ચુકાદો ફરી મુલતવી


અમદાવાદ,તા. 29 જુલાઇ 2022, શુક્રવારસુપ્રીમ કોર્ટની ટકોર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરેલ કેસમાં તિસ્તા સેતલવાડ અને આર બી શ્રી કુમારે કરેલી જામીન અરજી મામલે વધુ એક તારીખ પડી છે. અમદાવાદ કોર્ટે આ અરજીમાં વધુ એક વખત ચુકાદો મુલતવી રાખ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સેશન્સ કોર્ટ આવતીકાલે શનિવારે આ અરજી પર ચુકાદો આપશે. ગુજરાતને ધમરોળનાર ગોધરા કાંડ અને બાદમાં થયેલ કોમી રમખાણોના પ્રકરણામાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજો બનાવવા માટે ધરપકડ કરાયેલ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આરબી શ્રીકુમારની જામીન અરજી પર અમદાવાદની સેશન્સ કોર્ટ શુક્રવારે સાંજે ચુકાદો સંભળાવવાની હતી.આ અગાઉ એડિશનલ ચીફ જસ્ટિસ ડીડી ઠક્કરની કોર્ટ ગુરુવારે તેમની જામીન અરજી પર ચુકાદો સંભળાવવાની હતી, પરંતુ તે શુક્રવાર સુધી ટાળવામાં આવી હતી અને હવે મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સાંજે 7.30 કલાકે જામીન અરજી અંગે ચુકાદો આવવાનો હતો જે હવે શનિવારે આવશે.કોર્ટ અગાઉ 26 જુલાઈએ અરજીઓ પર પોતાનો ચુકાદો સંભળાવવાની હતી. જોકે આદેશ તૈયાર ન હોવાનું કહીને કોર્ટે તેને ગુરુવાર સુધી ટાળી દીધો હતી પરંતુ કોર્ટે ગુરુવારે આ અઠવાડિયે બીજી વખત સેતલવાડ અને શ્રીકુમારની અરજી પર નિર્ણય ટાળ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે સેતલવાડ, શ્રીકુમાર અને પૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને ધરપકડ કરી હતી.SIT રિપોર્ટ રજૂ કરી કોર્ટમાં ઘટસ્ફોટ કર્યો હતો કે સેતલવાડ અને શ્રીકુમાર કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે એક "મોટા ષડયંત્ર"નો ભાગ હતા, જેનો હેતુ ગુજરાતના તે સમયના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારને અસ્થિર કરવાનો હતો. તેણે આરોપ મૂક્યો હતો કે 2002માં ગોધરાકાંડ પછીના રમખાણો બાદ સેતલવાડને પટેલના કહેવા પર 30 લાખ રૂપિયા મળ્યા હતા, જેનો ઉપયોગ આ હેતુ માટે કરવામાં આવ્યો હતો. SITએ આરોપ લગાવ્યો છે કે શ્રીકુમાર "અસંતુષ્ટ સરકારી અધિકારી" હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.