શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો............ - At This Time

શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો…………


શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો............ આજરોજ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર ડો.નરેશભાઈ બી. પટેલ (જ્યોતિષશાસ્ત્રમાં પીએચ.ડી) નો નિવૃત્તિ અને શુભેચ્છા સમારંભ યોજાયો. જેમાં તેમનું આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ દ્વારા શાલ ઓઢાડી તથા સ્ટાફ મિત્રો વતીથી પુનિતભાઈ પટેલએ કલગી અને હંસાબેન પટેલએ શ્રીફળથી સન્માન કર્યું. શાળા શિક્ષક મિત્રો શ્રી શશીકાંતભાઈ સોલંકી, શ્રી પી.જે.મહેતા, શ્રી વાય.આઈ. જોશી દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા. આચાર્યશ્રી સુરેશ ભાઈ પટેલ એ ખુબ જ સુંદર વક્તવ્ય આપ્યું. શ્રી નરેશભાઈ પટેલ એ પોતાના શાળાના અનુભવો યાદ કર્યા અને તમામ મિત્રોનો આભાર માન્યો. કાર્યક્રમનું સંચાલન શ્રી ડી.પી.ભટ્ટ તથા સ્ટાફ સેક્રેટરી શ્રી પુનિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.અંતમાં શ્રી પી. જે. મહેતાએ આભાર વિધિ કરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image