૪૩ જેટલા બટુકોને ૫૧ બ્રાહ્મણો દ્વારા જનોઈ ધારણ કરાઈ…
અષ્ટગામ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા દ્રિતીય સમુહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ ગાંગટા ગામ ખાતે યોજાયો...
મહિસાગર જીલ્લાના ગાંગટા ગામ ખાતે બ્રાહ્મણ બટુકોનો યજ્ઞોપવિત આપવાનો "સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર ભવ્ય સમારોહ યોજાયો હતો ખાનપુર તાલુકાના ગાંગટા ગામ ખાતે શ્રી અષ્ટગામ ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા દ્રિતીય સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૪૩ જેટલા બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કર્યા હતા ગાંગટા ગામ ખાતે આવેલ સંકુલમાં ખાતે બે દિવસનો દ્રિતીય યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંડરવાડા ,ડેભારી,વડાગામ,બાકોર,દલેલપુરા, વાણીયાવાળા ગોરાડા,મુરાવડેખ, જામ્બા મુવાડા, પંડ્યાના મુવાડા,ભગતના મુવાડા સહિતના ગામોના બ્રાહ્મણ પરિવારોના ૪૩ જેટલા બટૂકો આ યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાયા હતા ઉપરાંત જનોઈને બ્રાહ્મણ કુળનો મહત્વનો સંસ્કાર ગણવામાં આવ્યો છે. સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ વિગેરે નવદેવોનું આહવાન કરી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. આ સંસ્કાર પછી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. જનોઈ એ શરીરનું એક અદભુત રક્ષા કવચ છે. ઉપનયન સંસ્કાર પછી ત્રિકાલ સંધ્યા, દૈનિક સ્નાન, શરીરની શુદ્ધતા સાથે વિવેકપૂર્ણ આહાર ની સભાનતા અને સજાગતા જાળવવાની હોય છે. જનોઈમાં બટુકોને વેદ રક્ષા નો દંડ આપવા પાછળ વેદ રક્ષા કરવાનું કર્તવ્ય પણ સમાયેલું છે ગાંગટા સંકુલમાં યોજાયેલા યજ્ઞોપવિત કાર્યક્રમમાં પુર્વ ધારાસભ્ય જીગ્નેશ સેવક અને પુર્વ સાંસદ રતનસિંહ રાઠોડ સહિત હોદ્દેદારો સમાજના અગ્રણીઓ આયોજકો ઉપસ્થિત રહ્યી ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
