મોટા કોટડા કન્યાશાળાની શુભેચ્છા મુલાકાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય. - At This Time

મોટા કોટડા કન્યાશાળાની શુભેચ્છા મુલાકાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય.


મોટા કોટડા કન્યાશાળાની શુભેચ્છા મુલાકાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય.

આજરોજ વિસાવદર તાલુકાના મોટા કોટડાની શ્રી સ.ભ.ગો. કન્યાશાળાની શુભેચ્છા મુલાકાતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાકરબેન દીવરાણીયા, તેમજ રાજ્ય ટીચર ટ્રેનિંગના કોઓર્ડીનેટર રશ્મિબેન પધારેલ હતા.
આ મુલાકાત અંતર્ગત ડી.પી.ઓ.શ્રી એ શાળાના ભૌતિક, પર્યાવરણ તેમજ શૈક્ષણિક બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. શાળાના વર્ગમાં જઈને બાળકો સાથે શૈક્ષણિક સંવાદ તેમજ બાળકો દ્વારા થયેલ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત શાળાબાગ, કિચન, ગાર્ડન, મધ્યાહન ભોજન યોજના તેમજ શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ ઓડિયો વિઝ્યુઅલ દ્વારા નિહાળી હતી .
આ પ્રસંગે વિસાવદર બી.આર.સી. કોઓર્ડીનેટર બિપિનભાઈ વાઘમશી, મોટા કોટડા ક્લસ્ટરના સી.આર.સી. કોઓર્ડીનેટર જગદીશભાઈ સોલંકી તથા સમગ્ર શાળા સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી અલ્પાબેન ઠુંમર દ્વારા સમગ્ર માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમ શાળાના મદદનીશ શિક્ષક અશ્વિનભાઈ ગઢીયાની અખબારી યાદી જણાવે છે.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.