પોરબંદર-ડૉ. વી. આર. ગોઢાણીયા એન્જીનીયરીગ એન્ડ આ.ઈ.ટી. કોલેજ ખાતે ટેલેન્ટ શો યોજાયો - At This Time

પોરબંદર-ડૉ. વી. આર. ગોઢાણીયા એન્જીનીયરીગ એન્ડ આ.ઈ.ટી. કોલેજ ખાતે ટેલેન્ટ શો યોજાયો


આધુનિક યુગમાં છાત્રોની પ્રતિભા ઓળખી તેને પ્રાધન્ય આપીએ:: ડૉ વિરમભાઈ ગોઢાણીયા

વિવિધ ક્ષેત્રે પ્રતિભા હાંસલ કરનાર પ્રોફેસરો ને સર્ટિફિકેટ મોમેટો આપી બિરદાવવામાં આવ્યા હતાં

ગોસા(ઘેડ)તા.૦૩/૦૩/૨૦૨૫

પોરબંદરની ડૉ. વી. આર ગોઢાણીયા એન્જીનીયરીગ એન્ડ આ.ઈ.ટી કોલેજ ખાતે ટેલેન્ટ શો તથા વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભા પ્રોફેસરો નું અભિવાદન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

પોરબંદર માં છેલ્લા નવ વર્ષથી શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સચાલિત "ન પદમ, હિ સર્વ ગુણ નિધિયતે" ધ્યેય મંત્ર ને વરેલી શિક્ષણ, શિસ્ત, સંસ્કાર ઘડતર માં જિલ્લામાં એક માત્ર ટેક્નિકલ ડિપ્લોમા ડિગ્રી અભ્યાસ ક્રમ ચલાવતી સ્વાનિર્ભર અમદાવાદ ટેક્નોલોજી યુનિવર્સિટી સલગ્ન (જી. ટી. યુ ) ૩.૫ એકરના એરિયામાં વિસ્તરેલી ત્રણ મજલા ના અત્યાધુનિક ઓડિટરીયમ અનુભવી ક્વોલિફાઇટ પ્રોફેસરો, વર્ક શોપ, કામ્યુટર લેબ સહીતની આધુનિક સુવિધા સાથેની રાજકોટ હાઇવે અમર ફિલ્સ ફેક્ટરી પાસે પોરબંદર ખાતે ડૉ વી. આર. ગોઢાણીયા એન્જીનીયરિંગ એન્ડ આઈ ટી કોલેજ આવેલી છે.

આ કોલેજમાં ટેક્નિકલ ક્ષેત્રે મિકીનિકલ, કમ્પ્યુટર, કેમિકલ, સિવિલમાં ચાર ડિપ્લોમા અને ડિગ્રીડિગ્રી અભ્યાસ ક્રમો ચલાવે છે.

આ ઉપરાંત આ.ઈ. ટી ક્ષેત્રે બી. સી.એ, એમ.એસ.સી.આઇ.ટી તેમજ એમ.બી.એ. ના અભ્યાસ ક્રમોનૉ સમાવેશ થયેલ છે
પ્રારંભમાં એન્જીનીયરીગ અને આ.ટી કોલેજના પ્રોફેસર દીપ્તિ બેન જોશીએ આ સંસ્થાની સ્થાપના ૨૦૧૭માં સાંદીપની વિદ્યા નિકેતન ના પ્રણેતા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે પ્રારંભ કરાયો હતો. છેલ્લા નવ વર્ષથી કાર્યરત વિવિધ ટેક્નિકલ અને આઈ ટી, મેનેજમેન્ટ અભ્યાસ ક્રમની વિગતો સાથે કાર્યક્રમની રૂપ રેખા આપી સૌને આવકાર્યા હતાં.

પોરબંદર ખાતેની ગોઢાણીયા એન્જીનીયરિંગ એન્ડ આઈ.ટી કોલેજના ટેલેન્ટડે અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાવંત પ્રોફેસરોના અભિવાદન કાર્ય ક્રમમા વિદ્યાર્થિની ઓની ગણેશ સ્તુતિ બાદ કાર્યક્રમને ખુલો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ટ્રસ્ટ ના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડૉ વિરમભાઈ ગોઢાણીયા એ છાંત્રોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અભ્યાસની સાથે સા- ભ્યાસિક પ્રવૃર્તિ જરુરી છે .શિક્ષણનાં દરેક તબક્કે માત્ર સાક્ષરી વિષયો જ પર્યાપ્ત નથી, છાત્રોના સર્વાંગીક વિકાસ માટે પ્રવૃતિ જરૂરી છે આજના આધુનિક યુગમા વિધાર્થીઓની પ્રતિભા ઓળખી ને તેને પ્રોત્સાહિત કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરની સિદ્ધિ ને બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી.ક

આ પ્રસંગે ગોઢાણીયા બી. એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડૉ ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે ,આ પંથકના દીકરા -દીકરીઓને બહાર ગામ જવું ન પડે અને ઘર આંગણે જ ઉચ્ચ ગુણવતા સાથે નું શિક્ષણ મળી રહે. તે માટે યુનિવર્સિટી કક્ષા ની અત્યાધુનિક માળખા ગત સુવિધા ટ્રષ્ટ દ્વારા ઉપલબ્ધ કરવા માં આવી છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે ગોઢાણીયા સંકુલ રોલ મોડેલ બને તે દિશામાં પ્રયાસ કરવા છાંત્રો – સારસ્વતો ને આહવાન કર્યું હતું.

આ તકે વિદ્યાર્થિઓનીમાં છૂપાયેલી ક્ષમતાને બહાર લાવવાના ઉમદા હેતુસર આ “ટેલેન્ટ ડે “ની ઉજવણી અંતર્ગત જુદી જુદી વિદ્યા શાખાના છાત્રોએ સિંગિંગ, ગ્રુપ ડાન્સ,સોલો ડાન્સ, યોગા નિદર્શન, ગીતાર -પ્લે,, સ્ટેન્ડપ કોમેડી જેવા ૧૬ જેટલા કાર્યક્રમો પ્રસ્તુત કરીન ઉપસ્થિતિ સૌને મંત્ર મુગ્ધ બનાવ્યા હતાં ,

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધી હાંસલ કરનારા પ્રોફેસરોનું અભિવાદન કરવામાં આવેલ હતું, જેમાં આઈ. ટી કોલેજના પ્રોફેસર સાવન ભાઈ રાવલ એ “નેટ ફોર પી એચ. ડી” પરીક્ષા પાસ, પ્રોફેસર ડૉ.ભાવેશ ભાઈ લુક્કા સૌ. યુનિમાં પી.એચ.ડી નું રજીસ્ટ્રેશન કરાવવા અને એ આઈ.ઓ. ટી. વિષય પર પેટન્ટ મેળવા, કમ્પ્યુટર એન્જીનીય રિંગના વિભાગના હેડ પ્રોફેસર નિયતિબેન ઓડેદરા એ “ડિગ્રીસ જર્નલ “માં રિસર્ચ પેપર પ્રસિદ્ધ થવા,મિકેનિકલ એન્જીની યરંગ વિભાગના પ્રોફેસર ધવલ ભાઈ ભરડા એ લખેલ” ડિઝાઇન ઓફ મિકેનિકલ એલી મેન્ટ્સ ઈન -એસ.આઈ. યુનિટસ “ બુકને ઇન્ટરનેશનલ પબ્લિકેશન પ્રકાશિત થવા બદલ મહાનુભાવો ના હસ્તે મઢેલી છબી સાથેના સર્ટિફેક્ટ -મોમેટો એનાયત કરી સન્માનિત કરવા માં આવેલ હતાં.

આ કાર્યક્રમ મા કોલેજનાં વિવિધ ડિપાર્ટમેન્ટ મૅન્ટ ના હેડ યશભાઈ દાસાણી (એન્જીનીયરિંગ),ડૉ ધવલભાઈ ખેર (આઈ. ટી ), દેવર્ષીબેન વિસાણા (એમ.બી.એ.) નિયતિબેન ઓડેદરા, કાંધલભાઈ જાડેજા (એન્જીનીયરિંગ ) તેમજ ડૉ નીરવભાઈ દતાણી, પરિક્ષિત ભાઇ મહેતા.દીપ્તિબેન જોષી, ચેતનભાઈ જોશી, કમલેશભાઈ થાનકી સહીત એન્જીનીયરીગ, આઈ.ટી અને એમ.બી.એ ડિપાર્ટ મેન્ટના સટાફ ગણ અને વિદ્યાર્થી ઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં

વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાવંત સર્વ પ્રોફેસરો ની સિદ્ધિને ટ્રષ્ટના મેનેજીંગ ટ્રષ્ટિ અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રષ્ટિ ભરતભાઈ ઓડેદરા, શ્રીમતિ શાન્તાબેન ઓડેદરા, શ્રીમતિ જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા,ભરતભાઈ વિસાણા સહીત ટ્રષ્ટ ગણે અભિનંદન પાઠવ્યા હતાં.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image