થાનગઢ તાલુકાના ત્રણ સીમ વિસ્તારની કેનાલોમાં સિંચાઇના પાણી પ્રશ્ને કાર્યપાલક ઇજનેરને રાજુભાઈ કરપડાની ધારદાર રજૂઆત - At This Time

થાનગઢ તાલુકાના ત્રણ સીમ વિસ્તારની કેનાલોમાં સિંચાઇના પાણી પ્રશ્ને કાર્યપાલક ઇજનેરને રાજુભાઈ કરપડાની ધારદાર રજૂઆત


છેલ્લા 35 વર્ષથી રાણીપાટ ડેમમાંથી સિંચાઇ માટે બનેલી 2 કેનાલો માત્ર કાગળ પર જ હતી આજ રોજ આપ નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોને સાથે રાખી થાનગઢ તાલુકાના વરમાધાર, ઊંડવી અને રાણીપાટ સીમ વિસ્તાર ની કેનાલો તત્કાલિક ધોરણે નવેસર બનાવી સિંચાઇનું પાણી ચાલુ કરવાની માંગ સાથે આક્રમક રજૂઆત કરવામાં આવી.. પરિણામ સ્વરૂપે નાની સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ખાત્રી આપવામાં આવી કે એક વર્ષની અંદર સર્વે કરાવી, અહેવાલ તૈયાર કરી, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામ ચાલુ દેવામાં આવશે.! અહીંયા સવાલ એ ઉભો થાય છે કે અત્યાર સુધી કેમ કોઈ જવાબદાર અધિકારી કે રાજકીય નેતાને બંધ પડેલી કેનાલો દેખાય નહીં? કેમ નેતાઓ અને અધિકારીઓ ખેડૂતોની બરબાદી જોઈ રહ્યા હતા? કેમ અમારા ગામડાઓ તૂટતા દેખાયા નહીં?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.