બોટાદ શહેર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા બહોળી સંખ્યામાં રમજાન ઇદની નમાઝ અદા કરાઇ - At This Time

બોટાદ શહેર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા બહોળી સંખ્યામાં રમજાન ઇદની નમાઝ અદા કરાઇ


બોટાદ શહેર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા બહોળી સંખ્યામાં રમજાન ઇદની નમાઝ અદા કરાઇ

મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમજાન માસ તહેવાર ચાલી રહ્યો હતો જેમાં 30 રોઝા થયા હતા ત્યારબાદ ઈદ નો તહેવાર અલ્લાહ તાલા તરફથી મહેમાની નો તહેવાર કહેવાય છે જે રમજાન ઈદ કહેવામાં આવે છે જે મુસ્લિમ સમાજ માટે ખૂબ જ ખુશીઓનો તહેવાર કહી શકાય.બોટાદ શહેર ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઇદની નમાઝ અદા કરાઇ જેમાં મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઇદની નમાઝ અદા કરાઇ. ત્યારબાદ તમામ લોકો દ્વારા ઈદનો તહેવાર ખુશીઓની સાથે ઉજવણી કરાઈ.તેમજ બોટાદ પોલીસ પ્રશાસન દ્વારા ખૂબ જ સાથ સહકાર અને સહયોગ આપેલ.તેમજ મુસ્લીમ સમાજ દ્વારા ખુબ જ ઈદનો તહેવાર ખુશીઓની સાથે હર્ષ ઉલ્લાસથી એક બીજા ને મળી ઉજવાયો.એક બીજા સગા સંબંધી તેમજ તમામ મિત્રોને પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ અને ઈદ મુબારક કરેલ.એટ ધીસ ટાઈમ ન્યુઝની ટીમ વતી અનેક અનેક શુભેચ્છાઓ.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.