પ્રાંતિજની હરિઓમ સોસા.માં પીવાનું પાણી ખરાબ આવતાં જનતા મા બીમારી નો ભય - At This Time

પ્રાંતિજની હરિઓમ સોસા.માં પીવાનું પાણી ખરાબ આવતાં જનતા મા બીમારી નો ભય


સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં રજૂઆત કરી
પ્રાંતિજમાં હરિઓમ સોસાયટીમાં પીવાનું પાણી ગંદુ આવતાં સોસાયટીના રહીશોએ પાલિકામાં રજૂઆત કરી ઘટતું કરવા કાર્યવાહી કરી હતી. પ્રાંતિજ શહેરમાં અપ્રોચ રોડ ઉપર આવેલી હરિઓમ સોસાયટીમાં પીવાનું પાણી દુર્ગંધ મારતું હોવાથી બીમારી નો ભય સતાવી રહ્યો હોવાથી સોસાયટીના રહીશોએ નગરપાલિકાના CO ને લેખિત અરજી કરી હતી. આ સહિત 31 જેટલાં રહીશોએ પીવાનું પાણી ખરાબ અને દુર્ગંધ મારતું હોવાની લેખિત અરજી સાથે રજૂઆત કરી હતી. મહિલાઓએ પાલિકા આગળ હોબાળો મચાવ્યો હતો. આ અંગે ચાર માસ અગાઉ પણ રજૂઆત કરી હતી. સોસાયટી ના રહીશોએ એક અઠવાડિયામાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી માર્ગે ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.