કલાકારોની સુવિધા વધારવા કરોડોના ખર્ચે રિનોવેશન, આધુનિક લાઇટિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે - At This Time

કલાકારોની સુવિધા વધારવા કરોડોના ખર્ચે રિનોવેશન, આધુનિક લાઇટિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે


રાજકોટ શહેરમાં કલાકારો અને જુદી-જુદી જાતના કલા પ્રદર્શનો માટેની એક માત્ર એવી મનપા સંચાલિત આર્ટ ગેલેરીના નવનિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કલાકારોની સુવિધા વધારવા કરોડોનાં ખર્ચે રિનોવેશન કરવામાં આવશે. નવી આર્ટ ગેલેરીમાં આધુનિક લાઇટિંગ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આજે શહેર ભાજપ પ્રમુખ અને મેયરની આગેવાનીમાં આર્ટ ગેલેરીનાં નવનિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આર્ટ ગેલેરીનાં નવનિર્માણથી કલાજગતને મોટો લાભ મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.