ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ - At This Time

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨


ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં ૫ (પાંચ) કરતાં વધુ વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહી

બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટરશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ને અનુલક્ષીને ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી / મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં કોઈ ગેરવ્યવસ્થા ઉભી ન થાય તે માટે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે પ્રવેશ કરતાં માણસોની સંખ્યા ઉપર નિયંત્રણ ફરમાવવાનું વ્યાજબી લાગતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર બોટાદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અનુસંધાને ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી / મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં ઉમેદવાર સહિત કુલ-૫( પાંચ) કરતાં વધુ વ્યક્તિઓને પ્રવેશ કરવા ઉપર મનાઈ ફરમાવી છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે આ અંગે જે તે ચૂંટણી અધિકારી / મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી / કર્મચારીની સૂચના મુજબ વર્તવાનું રહેશે. ઉક્ત જાહેરનામામાં સરકારી/અર્ધ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ અપવાદ રહેશે. આ હુકમ બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઇસમો સામે આઇ.પી..સી કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવાની રહેશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.