બોટાદની શ્રીમતી આર.સી.એ.શાહ બોયઝ હાઈસ્કૂલ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી - At This Time

બોટાદની શ્રીમતી આર.સી.એ.શાહ બોયઝ હાઈસ્કૂલ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી


બોટાદની શ્રીમતી આર.સી.એ.શાહ બોયઝ હાઈસ્કૂલ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી

દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.ત્યારે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતા અમલી છે.બોટાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન મુજબ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જે અન્વયે બોટાદની શ્રીમતી આર.સી.એ.શાહ બોયઝ હાઈસ્કૂલ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.આ રેલીમાં તમામ વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો જેવા કે,દસ મિનિટ દેશ માટે ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ જેવાં વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા.અત્રે મહત્વનું છે કે બોટાદ જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગેના નિરંતર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત શહેર તથા જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંકુલમાં પણ વિદ્યાર્થીઓ તેમજ યુવાનોમાં મતદાનની જાગૃતિ વધે તેવા કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.