ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે જૂના ઝગડાની અદાવતે યુવાનને મોતને ઘાટ ઉતાર્યો.
ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે બારીયા ફળિયા ખાતે રહેતા સુનિલભાઈ જેમાલભાઈ બરિયાની જૂના ઝગડાની અદાવતે રસ્તામાં રોકી ડુંગરા ફળિયા ના ૪ વ્યક્તિઓએ મારમારી મોતને ઘાટ ઉતાર્યો હતો.
ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે બારીયા ફળિયામાં રહેતા રાહુલભાઇ ઝીથરાભાઈ બારીયા તેમજ સુનીલ જેમાલભાઈ બારીયા મોટર સાયકલ ઉપર બેસી બોરિયાળા થી પોતાના ઘરે આવતા હતા તે વખતે રાસકી નદીથી આગળ રોડ ઉપર વળાંકમાં આવતા તે વખતે જૂના ઝઘડા ની અદાવત રાખી આરોપી નૈનેશભાઈ ભારતસિંહ પરમાર તેના હાથમાંનું ધારિયું ઉગામી ફરિયાદી સુનિલભાઈ ની મોટરસાયકલ ઊભી રાખવા ઈશારો કરતા ફરિયાદીએ મોટર સાયકલ ધીમી કરતા આરોપી નૈનેશ પરમારે પાછળ બેસેલા સુનિલભાઈ ને મોટર સાયકલ ઉપરથી ખેંચી પાડી પકડી ખેતરમાં લઈ જઈ આરોપી શૈલેષભાઈ ભારતસિંહ પરમારે તેને પકડી રાખી આરોપી કેશવા ભાઈ ગુલસિંગ પરમાર, નૈનેશભાઈ ભારતસિંહ પરમારે, ગોટી ઉર્ફે અજમલ પરમાર દ્વારા બુકણીયો તથા કિકિયારીઓ કરી તમો અમારા જૂના ઝઘડાનું સમાધાન નથી કરતા આજે તો આને મારી નાંખવાનો છે જીવતો છોડવાનો નથી તેમ કહી શરીરે ગડદાપાટું નો માર મારી તેમજ ગુપ્ત ભાગે તેમજ પેટના ભાગે લાતો મારી ગંભીર ઇજા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો
આ ઘટના સંદર્ભે રાહુલભાઇ ઝીથરાભાઈ પરમાર દ્વારા (૧)કેશવભાઈ ગુલસીગભાઈ પરમાર(૨) નૈનેશભાઈ ભારતસિંહ પરમાર(૩)શૈલેષભાઈ ભારતસિંહ પરમાર (૪)ગોટી ઉર્ફે અજમલ ભારતસિંહ પરમાર તમામ રહેવાસી સીમલીયા બુઝર્ગ ના સામે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવી હતી ગરબાડા પોલીસે કલમ ૧૦૩(૧),૧૨૬(૨),૬૧(૨)(એ),૩(૫) તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.