હળવદ તાલુકાના રણમાં વ૨સાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનના વળતર મળવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

હળવદ તાલુકાના રણમાં વ૨સાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનના વળતર મળવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું


હવામાન વિભાગની આગાહીને પગલે હળવદ તાલુકામાં ભારે ભવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેમાં તાલુકાના રણ વિસ્તારમાં પરંપ૨ા ગત મીઠા ઉત્પાદનનું કામ ક૨તા અગરીયા પરિવારને તા.૨૬/૧૧/૨૦૨૩ ના રોજ આવેલા વાવાઝોડું અને વરસાદના કારણે મીઠાના અગરને તેમજ ૨ણ વિસ્તારમાં લગાવેલ સોલાર સીસ્ટમને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. તેમજ અગરિયાઓના રણ વિસ્તારમાં રહેવા માટેના નિવાસ સ્થાનોને પણ મોટું નુકશાન થયેલ છે. જે નુકશાનનું સર્વે કરવા તેમજ થયેલ નુકશાનનું સરકારશ્રીમાંથી વળતર મળે તે માટે અગરિયાઓ દ્વારા હળવદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથેનર્મદા કેનાલનું પાણી રણ વિસ્તારમાં આવતું હોવાથી અગરિયાઓને નુકશાન થાય છે. તે બાબત પણ ધ્યાને લેવા હળવદ મામલતદારને જણાવ્યું હતું.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.