જસદણમાં નોમેડિક (બ્યુટીકેર) કંપની દ્વારા સૌપ્રથમવાર જાપાનીઝ ટેકનોલોજી મશીન દ્વારા ફુલ બોડી ચેકઅપ કેમ્પ યોજાયો - At This Time

જસદણમાં નોમેડિક (બ્યુટીકેર) કંપની દ્વારા સૌપ્રથમવાર જાપાનીઝ ટેકનોલોજી મશીન દ્વારા ફુલ બોડી ચેકઅપ કેમ્પ યોજાયો


જસદણમાં ગત 10 માર્ચના રોજ ચિતલીયા રોડ છાયાણી પરિવારની વાડી ખાતે જસદણમાં ડ્યુટી કેર કંપની એટલે કે નોમેડિક કંપની દ્વારા જાપાનીઝ ટેકનોલોજી મશીન દ્વારા ફુલ બોડી ચેકઅપ માટે રાહત દરે કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં વિટામીન લીવર કિડની હ્યુમન ટોક્સિન જઠર આંતરડા કોલેસ્ટ્રોલ હાર્ટ ફંક્શન હાડકાની ઘનતા હ્યુમન સિસ્ટમ ફેફસા મગજ વગેરે શરીરના અંગો નો રિપોર્ટ કરી ફુલ બોડી ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જસદણ આટકોટ વિંછીયા તેમજ ચોટીલા પંથકના પણ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. ત્યારે ડોક્ટર સોના ડોબરીયા તેમજ ડોક્ટર પ્રિયંકા દ્વારા જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવનારી બીમારીને લઈને આપણે અત્યારથી સાવચેત થવું જોઈએ અને છ મહિને અથવા વર્ષે ફુલ બોડી ચેકઅપ કરાવવું આવશ્યક છે જેનાથી આવનાર રોગોથી આપણે તેમ જ આપણો પરિવાર બચી શકે તે માટે અમે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આ કેમ્પનું આયોજન કર્યું છે. તેમજ અમારી નોમેડિક કંપની સ્કીન તેમજ વાળને લગતી સમસ્યાઓને લઈને લાકડાની ઘાણી ના ઓઇલ બનાવે છે . તેમજ સ્પેશિયલ કુદરતી પદ્ધતીથી જેને કલરથેરેપી કેહવા મા આવે છે. સુવર્ણ એલિક્સિર ફેસ સીરમ, નાભિ પૂરણઓઇલ , હર્બલ શેમ્પૂ , કોકોનટ શેમ્પૂ , પ્યોર આલ્મન્ડ ઓઇલ બનાવે છે . તેમજ નાના બાળકો માટે સુવર્ણપ્રાશન પણ બનાવે છે જેનાથી અનેક ગણા ફાયદાઓ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.