ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે NDDB આણંદ ખાતે આચાર્યશ્રી ડૉ. મનોજ પટેલનું જ્ઞાનવર્ધક વ્યાખ્યાન યોજાયું
રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB), આણંદ ખાતે 14 એપ્રિલ 2025ના રોજ ભારતના સંવિધાનનાં શિલ્પકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતિની ઉજવણી ભવ્યતાપૂર્વક કરવામાં આવી. આ અવસરે શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટસ કોલેજના આચાર્યશ્રી ડૉ. મનોજભાઈ પટેલનું વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું હતું.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં ડૉ. આંબેડકરના ચરણે પુષ્પાજલિ અર્પિત કરવામાં આવી. ત્યારબાદ NDDB તરફથી આચાર્યશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NDDBના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય વક્તા તરીકે આમંત્રિત ડૉ. મનોજભાઈ પટેલે ડૉ. આંબેડકરના જીવનકવન વિશે પોતાના ઊંડાણપૂર્વકનાં વિચારો રજૂ કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે: "ડૉ. આંબેડકર માત્ર એક સમાજસુધારક નહોતા, પણ તેઓ ભારતીય સંવિધાનના ઘડવૈયા, ઉત્તમ કોટીના અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, માનવશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી એમ અનેક ઉપનામોથી આપણે નવાજી શકીએ તેવા બહુઆયામી વ્યક્તિત્વના સ્વામી હતા. નારી સશક્તિકરણના મશીહાં તરીકે ડૉ. બાબા સાહેબ આંબેડકર હિન્દુ કોડ બિલ રજૂ કરી સમસ્ત નારી જગતને સમાજમાં એક વિશેષ દરજ્જો અપાવ્યો હતો. ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારો સાંપ્રત સમયમાં પણ યુવાનોને પ્રેરિત કરતા અને જોમ જુસ્સાથી તરબોળ કરતા જોવા મળે. તેમણે દરેકની સમાન ન્યાય સમાન અધિકાર અને સમાન શિક્ષણ મળી રહે તેવા સમાજસેવાના પ્રયત્નો કર્યા હતા. જે આજે પણ દરેક યુવાનને પ્રેરણા આપે છે. વ્યાખ્યાન દરમિયાન ઉપસ્થિતોએ ધ્યાનપૂર્વક વાતોને સાંભળી આત્મસાત કરી હતી અને આંબેડકર જયંતિ નિમિત્તે આવાં જ વિચારવૃક્ષ બનતા કાર્યક્રમોની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે
