રખિયાલ પ્રાથમિક શાળામાં નવીન બનેલ શૌચાલય આખે આખું જમીન માં બેસી ગયું. ભ્રષ્ટાચાર ની ગંધ - At This Time

રખિયાલ પ્રાથમિક શાળામાં નવીન બનેલ શૌચાલય આખે આખું જમીન માં બેસી ગયું. ભ્રષ્ટાચાર ની ગંધ


*રખિયાલ ગામ પ્રાથમિક શાળા માં પણ ભ્રષ્ટાચારીઓએ શરમને નેવે મૂકી. વિદ્યાર્થીઓ ની જીંદગી રામ ભરોસે.*
...........................................

ગાંઘી નગર જીલ્લા ના દહેગામ તાલુકા માં ભ્રષ્ટાચારીઓ નો રાફડો ક્યાક ને ક્યાક ફાટ્યાજ કરે છે અને ભ્રષ્ટાચારીઓ એ પણ નથી જોતા કે એક નાનકડી ભૂલ ક્યારે મોટી ઘટના ને અંજામ આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના રખિયાલ ગામે એક આંગણ વાડી બનાવવામાં આવી જેમાં એક પણ બિંમ ઊભો કરવામાં આવ્યો નથી જેથી આંગણ વાડી નું ધાબુ પણ ટુટી પડેલું.જ્યારે આજ રોજ રખિયાલ ગામ પ્રાથમિક શાળા માં નવીન બનેલું શૌચાલય નું મુહર્ત પણ કરવામા આવ્યું નથી તે પહેલાં તો પાપી ઓ ના પાપ મોભારે ચડી ને પોકારી ઉઠ્યા કે આ શૌચાલયમાં પણ ભ્રષ્ટાચારી ઓ દ્વારા
ભ્રષ્ટાચાર કરવામા કોઈ કસર છોડવામાં આવી નથી.જે માં સરસ્વતી નું મંદીર કહેવાય જ્યાં નાના નાના ભૂલકાઓ જ્ઞાન ની પ્રાપ્તિ માટે આવતાં હોય ત્યા આ નાના બાળકો ને શું ખબર કે અમારી સાથે ભવિષ્યમાં શું થશે. આ વીડિયો માં જોઈ શકો છો કે રખિયાલ ગામ પ્રાથમિક શાળા ના નવીન શૌચાલય મુહર્ત પહેલાજ એક સાઈડ થી ધસરાઈ પડેલી જોવા મળી રહી છે આ નો જિમ્મેદાર કોણ ? આ શાળા ના શિક્ષકો અને આચાર્ય શ્રી જો રોજ શાળા માં આવતાં હોય છે તો શું આચાર્ય શ્રી આખો આડા કાન કરી બેસી ગયા કે પશી આ શૌચાલય માં થયેલા ભ્રષ્ટાચાર માં શામિલ છે તે એક રખિયાલ ગામ ની જનતા માં ચર્ચા નો વિષય બન્યો છે.

*રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.