પાળિયાદ માં અમાસના પાવન પર્વે શ્રી રાઘવેન્દ્ર સરકાર ના દરબાર માં માનવ મહેરામણ ઉમટ્યો
પાળિયાદ માં અમાસના પાવન પર્વે શ્રી રાઘવેન્દ્ર સરકાર ના દરબાર માં માનવ મહેરામણ ઉમટ્યો
બોટાદ પાળિયાદ માં અમાસના પાવન પર્વે માનવ મહેરામણ ઉમટ્યો પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા, વિહળધામ પાળિયાદ ખાતે અમાસનું અનોખું મહાત્મ્ય છે.પૂજ્ય શ્રી ઉનડબાપુ દ્વારા ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથની ધર્મ ધજા પ્રત્યેક અમાસના દિવસે ચડાવવાની પરંપરા શરું કરાઈ હતી અને આજ પાવન દિવસે ભજન અને ભોજન સાથે ભકિતનો આ પાવન અમાસ પર્વે દર મહિને યોજાય છે. જગ્યાના શ્રધ્ધાળુ ભાવિકો અમાસ ભરવા અહીં અનોખી શ્રધ્ધા સાથે ઉમટે છે, આજના અમાસ પર્વ પર વિશાળ સંખ્યામા માનવ મહેરામણ ઠાકર દર્શને ઉમટ્યો હતો.
ઠાકર પ્રત્યે અપાર શ્રધ્ધાભાવ ધરાવનાર અનેક શ્રધ્ધાળુઓ અહીં અનન્ય ભકિતભાવે આવે છે અને શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથની સમાધિ સ્થાને માથું ટેકવી, માનતા પૂરી કરે છે અને પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવે છે. પાળીયાદના ઠાકરને "રોકડિયા ઠાકર" કહેવામાં આવે છે , જે ભક્તોનાં મનની ઈચ્છા તરત જ પૂરી કરે છે.
આ દિવસે શ્રદ્ધાળુઓ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબાના ચરણ સ્પર્શ કરી, બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુનાં દર્શન કરે છે. જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુનાં દર્શન કરીને વિસામણબાપુના જન્મ સ્થાનનાં દર્શન કરે છે. પરચા પૂરતા પાણીના અવેડાનું ચરણામૃત લઈને શ્રી બણકલ ગૌશાળાની મુલાકાત લે છે. ગૌમાતાને સ્પર્શ કરીને ગૌરજ માથે ચડાવે છે અને અશ્વશાળાની મુલાકાત લે છે.
ત્યારબાદ પ્રસાદ પ્રાપ્ત કરીને ધન્યતાના ભાવ સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે.
પગપાળા દર્શને આવતા યાત્રિકો અમાસની પૂર્વ રાત્રિના સમયે આવીને ઉતારો કરે છે.
આજે તા.૨૭/૦૨/૨૫ ને અમાસ નિમિતેની રસોઈ- પ્રસાદ અને ધ્વજારોહણનો લાભ વિહળ પરીવારના પરમ સેવક, દાતાશ્રી અશોકભાઈ અમરશીભાઈ સવાણી ગામ - તુરખા, હાલ- અમદાવાદ ને મળેલ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
