ઈડર ખાતે પાંત્રીસ પરગણા ભાંભી સમાજવાડીનુ પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ.દિનેશભાઇ પરમારના અઘ્યક્ષ સ્થાને લોકાર્પણ કરાયુ - At This Time

ઈડર ખાતે પાંત્રીસ પરગણા ભાંભી સમાજવાડીનુ પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ.દિનેશભાઇ પરમારના અઘ્યક્ષ સ્થાને લોકાર્પણ કરાયુ


ઈડર શિખર સોસાયટી ખાતે શૈક્ષણીક અને સામાજીક પ્રવૃતિઓ માટે અંદાજે ૫૦ લાખના ખર્ચે નવનર્મિત પાંત્રીસ પરગણા ભાંભી સમાજ સમાજવાડીનુ લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ.દિનેશભાઇ પરમારના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમા સમાજવાડી નિર્માણ માટે નાણાંકીય યોગદાન આપનાર સમાજના દાતાઓનુ ડૉ. દિનેશભાઇ પરમાર અને સમાજના અગ્રણીઓ દ્વારા ફુલહાર અને મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યુ હતુ સાથે રોહીત સમાજના તાજેતરમા સરકારી નોકરીમા નિમણુંક મેળવનાર તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર અને સરકારી સેવાઓમાથી નિવૃત્તિ પામનાર સમાજજનોનુ પણ ફુલહાર કરી શાલ ઓઢળી તેમજ મોમેન્ટોથી સન્માન કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે ડૉ. દિનેશભાઇ પરમાર દ્વારા સમાજ ઉત્થાન માટે કુરિવાજ, અંધશ્રદ્ધા, વ્યસન છોડી ઉચ્ચ શિક્ષણ મેળવી સારી નોકરી ધંધા અને રોજગારી મેળવી સમાજની નવી પેઢીને પ્રેરણારૂપ બનો એમ જણાવાયુ હતુ સાથે નવનિર્મિત સમાજવાડીના પ્રથમ માળના નિર્માણ માટે ડૉ. દિનેશ પરમારે સમાજમા ટહેલ નાખતા ગણતરીની મિનિટોમા પાંચ લાખ જેટલી રકમ એકત્ર થતા દાતાઓનો આભાર વ્યકત કર્યો હતો સમાજ ઉત્તરોઉત્તર પ્રગતિના શિખરો સર કરે એવી શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમમા રોહીત સમાજના પાંત્રીસ પરગણા ભાંભી સમાજના પાંત્રીસ ગામના ભાઈઓ બહેનો તથા પાંચ પરગણા સહીત અન્ય જિલ્લાઓમાથી પણ અગ્રણીઓ યુવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.