જસદણ વિછીયામાં તાલુકામાં આવનાર 16 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ 337 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુરત વિછીયા યાર્ડ સામૅ સવારે 10 કલાકૅ કરવામાં આવશે - At This Time

જસદણ વિછીયામાં તાલુકામાં આવનાર 16 ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ 337 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુરત વિછીયા યાર્ડ સામૅ સવારે 10 કલાકૅ કરવામાં આવશે


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)

ઇતિહાસમા પહૅલી વાર શહેર તાલુકા પંથકમાં અબજો રૂપિયાના વિકાસના કામૉનો પટારો ખોલતા ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપર અભિનંદન વર્ષા જનતા જનાર્દમા રાજીપૉ અમારા પ્રતિનિધીની મુલાકાતમા માહિતી આપી

જસદણ વિછીયા ના લોક પ્રહરી ધારાસભ્ય અને રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જાગૃત અનૅ માનદ પત્રકાર નરેશ ચૉહલીયા રૂબરૂ વાતચીત મા જણાવ્યું હતું કૅ જસદણ વિછીયા તાલુકા અને પંથકમાં રૂપિયા ૩૩૭ કરૉડના વિકાસ કાર્યોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે જેમાં નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સૌની યોજના લિંક ચાર પેકેજ 9 મા ચૉટીલા તથા વિછીયાના ધારૈઈ ડૅમ જસદણ ના બાખલવડ ગામૅ આલણ સાગર ડેમ આધ્યા ડેમ ફીડર પાઇપલાઇનનું ખાતમુરત તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ભાડલા અને જૂથ સુધારણા યોજનાનું ખાતમુરત તેમજ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ આટકોટ મુકામૅ બસ સ્ટેશન નું લોકાર્પણ તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘૅલા સૉમનાથ ખાતૅ ઘેલો નદી પર મૅજર બ્રિજ ઘેલા સોમનાથ ઘેલો નદી પરનું લોકાર્પણ તથા જળ સંપત્તિ ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ તેમજ શ્રમ અને કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગના વિછીયા મુકામે આઇ ટી આઇ બિલ્ડીંગ નું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તારીખ 16 ના સવારે 10:00 કલાકે વિછીયા માર્કેટિંગ યાર્ડ સામેના ગ્રાઉન્ડમાં સમગ્ર કાર્યક્રમનું ભૂમિ પૂજન લોકાર્પણ જેવા કાર્યક્રમ યોજાશે તેમ માહિતી આપતા માનદ પત્રકાર નરેશભાઈ ચોહલીયાને જસદણ વિછીયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ લૉકસભાના સાંસદશ્રીઓ રાજ્યસભાના સાંસદશ્રીઑ ધારાસભ્ય શ્રી ઑ તૅમજ જસદણ વિછીયા આટકૉટ સાણથલી ભાડલા તથા ચોટીલા પંથકમાંથી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહેછે
ઉલ્લેખનીય છે કે જસદણ વિછીયા માં જાણે કે વિકાસનો પટારો ખૂલ્યો છૅ પછાત ગણાતા બન્ને તાલુકા વિસ્તારમાં અબજો રૂપિયાના વિકાસના કાર્યો ના લોકાર્પણ અને ભૂમિ પૂજન એ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ની દૅન છે અત્યાર સુધીમાં આટલા કામ કોઈ નૅતા લાવી શક્યા નથી જેથી જસદણ વિછીયા પંથકની પ્રજા ઉપરાંત બાબરા ચોટીલા પંથકના ગામોના લોકો દ્વારા પણ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો લાખ લાખ અભિનંદન સાથે કોટી કોટી આભાર પ્રગટ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.