જસદણ માર્કેટયાર્ડની બીજી ટર્મના પ્રમુખ માટેની ચૂંટણી જાહેર: પ્રમુખ તરીકે રમેશ હીરપરાનુ ઉપસતું નામ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ માર્કેટયાર્ડના બીજા તબક્કાના પ્રમુખ માટેની ચુંટણી જાહેર થતાં સહકારી સભ્યોમાં મિટીંગોના દૌર શરૂ થઈ ગયા છે. જસદણ માર્કેટયાર્ડના વર્તમાન પ્રમુખ અરવિંદભાઈ તાગડીયાની અઢી વર્ષની મુદ્દત પુર્ણ થતાં યાર્ડના નિયમો મુજબ આવનારા અઢી વર્ષ માટે નવા પ્રમુખ નીમવાના હોય તે અનુસંધાને આજે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચુંટણી સૌરાષ્ટ્રમાં ત્રીજા નંબર પર મોખરાનું સ્થાન ધરાવતાં જસદણ માર્કેટયાર્ડમાં હાલ ૧૦ ખેડુત સભ્યો ૪ વેપારી સભ્યોનું સંખ્યાબળ ધરાવે છે. જોગવાઈ મુજબ યાર્ડમાં ખેડુતમાંથી જે ૧૦ સભ્યો ચૂંટાઈ આવ્યાં છે તે પૈકી એક સભ્ય જ પ્રમુખ બની શકે અન્ય સભ્યો પ્રમુખ બની શકે નહી. પ્રમુખની ચુંટણીમાં ખેડુત પ્રતિનિધિ ૧૦ વેપારી પ્રતિનિધિ ૪ અને ૨ સરકારી પ્રતિનિધિ અને ૧ નગરપાલિકામાંથી ચુંટાયેલા ૧ સભ્યએ મતદાન કરવાનું હોય છે. એટલે કુલ મળીને ૧૭ સભ્યો મતદાન કરશે. તા.૩૦ એપ્રિલના રોજ બપોરે ૧૨ કલાકે યોજાનારી ચુંટણીમાં અધિકારી તરીકે અમરેલી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના રહેશે. હાલ જસદણ યાર્ડના નવા પ્રમુખ તરીકે ખેડૂત પ્રતિનિધિ રમેશભાઈ હીરપરા સૌથી ઉપસતું નામ છે. પણ છેલ્લી ઘડીએ ફેરફારો થઈ શકે છે કારણ કે માત્ર કહેવાય છે સહકારી બાકી તો રાજકારણી પણ ટૂંકા પડે કરોડો રૂપિયાની જમીન ઈમારતો અને સ્વભંડોળ ધરાવતા જસદણ માર્કેટયાર્ડની ચુંટણી જાહેર થતાં મિટિંગના દૌર શરૂ હાલ થઈ ગયાં છે. અને રાજકારણીઓની મીટ તેમની તરફ રહી છે અત્રે નોંધનીય છે કે યાર્ડના પ્રમુખ પછી એક સામાન્ય અથવા ખાસ સામાન્ય સભા યોજાશે. જેમાં ઉપપ્રમુખ તરીકેની નિમણૂંક ૧૫ સભ્યો જ કરશે જેમાં વર્તમાન પ્રમુખ અરવિંદભાઈ તાગડીયાનુ નામ મોખરે હોવાનું પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
