અરવલ્લી જીલ્લાના બાયડ ના સરસોલી ગામના SRP જવાનનું માર્ગ અકસ્માતમાં સારવાર દરમિયાન મોત નીપજતાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિદાય કરાઈ.
ન જાણ્યું જાણકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. ખુબજ દુઃખદ કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સરસોલી ગામના વાળંદ પરિવાર ના એસ.આર.પી. જવાનને ચારેક દિવસ અગાઉ પોતાના માદરે વતન નજીક માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમાં જવાનને અને તેની પત્નીને પણ ઈજાઓ પોહચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં SRP જવાન સંદીપ અનિલભાઈ શર્મા ઉં. આ. 32ને શરીરે ગંભીર ઈજાઓ થતા ચાર દિવસ બાદ અચાનક તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પરિવાર તેમજ આખા વાળંદ સમાજ સહીત ગ્રામજનોમાં ઘેરા શોખની લાગણી પ્રસરી હતી. અને આખું ગામ હિબકે ચડ્યું હતું પરિવારે વ્હાલસોયા દીકરાને અને એક નાના દીકરાએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા ગામમાં કરુણતાના દ્રશ્યો સર્જાયા હતા.અને જવાનને ગુજરાત પોલીસ દ્વારા ઘરે આવી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવતા લાગણીસભર કરુણતાના દ્રશ્યો સર્જાયા હતા. અને જવાનની અણધારી વિદાયથી હાજર સૌ લોકોમાં આંખો ભીની જોવા મળતા બાયડ ના સરસોલી ગામમાં કરુણ દ્રશ્યો
સંદીપભાઈ નો એવો પ્રેમાળ સ્વભાવથી દોસ્તો ગામમાં અને સમાજમાં લાગણીનો માહોલ સર્જાયો હતો.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે
