શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ની મુલાકાતે જૂનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શિલ્પાબેન ટાંક - At This Time

શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ની મુલાકાતે જૂનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શિલ્પાબેન ટાંક


જૂનાગઢ ના મેંદરડા સમઢીયાળા રોડ સ્થિત અતિ શ્રીજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર મનો દિવ્યાંગ બાળકો ની સંસ્થા ની સેવા પ્રવૃત્તિ નિહાળવા પધારતા જૂનાગઢ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શિલ્પાબેન ટાંક નું સંસ્થા ના ટ્રસ્ટી શ્રી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો શ્રીજી  દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા ની મુલાકાતે પધારેલ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શિલ્પાબેન ટાંકે સમઢીયાળા રોડ ઉપર આવેલ શાંત પ્રાકૃતિક વાતાવરણ માં  પક્ષીઓના કલરવ બાગ બગીચા અને સ્વચ્છતા નિહાળી ખૂબજ  સુંદર રીતે અતિ મનોદિવ્યાંગ બાળકો ને માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરવા ના પ્રયાસ થી સંસ્થા ના સર્વ ટ્રસ્ટી ઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો સંસ્થા માં આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો નું લાલન પાલન પ્રત્યેક નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરતા શિલ્પાબેન ટાંક કલાકો સુધી આ ઈશ્વર તુલ્ય બાળકો સાથે સમય વિતાવ્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.