નાવડા પમ્પીંગ સ્ટેશન ખાતે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા તા.૧૧/૦૪/૨૦૨૫થી ૧૩/૦૪/૨૦૨૫ સુધી પાણી પુરવઠો બંધ રહેશે - At This Time

નાવડા પમ્પીંગ સ્ટેશન ખાતે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા તા.૧૧/૦૪/૨૦૨૫થી ૧૩/૦૪/૨૦૨૫ સુધી પાણી પુરવઠો બંધ રહેશે


બોટાદ શહેરના નગરજનોને જણાવવાનું કે નાવડા પમ્પીંગ સ્ટેશન ખાતે પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયેલ હોઈ તા.૧૧/૦૪/૨૦૨૫ થી ૧૩/૦૪/૨૦૨૫ સુધી પાઈપલાઈન રીપેરીંગ કરવામાં 3 (ત્રણ) દિવસ જેટલો સમય લાગે તેમ છે, તેથી બોટાદ શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે અને નાવડા ખાતે લાઈન રીપેરીંગ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો બોટાદ શહેરને આપવામાં આવશે. જે રોટેશન મુજબ પાણી પુરવઠો બોટાદ શહેરમાં વિતરણ કરવામાં જેથી તમામ નાગરિકોને વિનંતી કે તેઓ પાસે ઉપલબ્ધ પાણીના જથ્થાનો કરકસરથી ઉપયોગ કરે અને પાણીને બિન જરૂરી બગાડ કરવો નહીં. આ સમયગાળા દરમ્યાન પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડવાની બાબત ધ્યાને લઈ સાથ સહકાર આપવા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યુ છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image