વિરપુર તાલુકાના જેસવાના મુવાડા ગામની મહિલાઓ પાણી માટે ત્રાહિમામ, ગ્રામ પંચાયતના નિષ્ક્રીયાથી ગ્રામજનો પરેશાન…
પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઈપ લાઈન કરી આપી છે પણ ગ્રામ પંચાયત કોઈ રસ રાખતી નથી...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના અંતર્ગત આવેલા ખરોડ ગ્રામ પંચાયતના જેસવાના મુવાડા ગામે જ્યાં લગભગ ૨૫ ઘરો વસે છે અને અંદાજે ૨૫૦ લોકોનો વાસ છે—ત્યાં આજે પણ પાણી માટે ગંભીર સમસ્યા ઉભી થઈ છે. અહીંની મહિલાઓને રોજની જરૂરિયાત માટે લગભગ એક કિમી દૂરથી પાણી ભરી લાવવું પડે છે. આમ મહિલા અને બાળકોનું અમૂલ્ય સમય રોજ પાણી માટે ખર્ચાઈ જાય છે, જેનાથી ન શિક્ષણ મેળવી શકાય છે કે ન રોજગારી પર ધ્યાન આપી શકાય છે વધુમાં પશુઓ માટે પણ પાણી મળવુ મુશ્કેલ બની રહ્યું છે. ઊનાળાની તીવ્ર ગરમીમાં પશુધન માટે પાણીની ઉપલબ્ધિ વધુ મહત્વ ધરાવે છે, પરંતુ અહિંની હાલત એવી છે કે પશુઓ તરસે તડપી રહ્યા છે. વિરપુર પાણી પુરવઠા વિભાગ દ્રારા પાણી ગામની હદ સુધી પહોંચાડી દેવામાં આવ્યું છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના લીધે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે...જ્યાં એક તરફ રાજ્ય સરકાર ગામડાઓના માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, ત્યાં જેસવાના મુવાડા જેવા ગામોમાં હજુ પણ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે લોકો તરસે છે. રસપ્રદ વાત એ છે કે પાણી પુરવઠા વિભાગે આ ગામ સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન થોડા મહિનાઓ પહેલાં પૂરું કર્યું હતું અને પાઈપલાઇન પણ વહી રહી છે. તેમ છતાં ગામના નળમાં પાણી નથી આવતું આ મુદ્દા અંગે ગ્રામજનોએ ગામના સરપંચને રજુઆત કરી તેમ છતાં ગ્રામ પંચાયતના જવાબદારોએ ગંભીરતા દાખવી નથી પંચાયત પાણીના વિતરણમાં કોઈપણ પ્રકારની રસપ્રદતા દર્શાવતી નથી....
સ્થાનિકો જણાવે છે કે, “અમે કોઈ ખાસ સુવિધા માંગતા નથી, માત્ર રોજિંદું પાણી તો મળે એટલું જ માગીએ છીએ પાઈપલાઇન આવી ગઈ છે, પાણી આવે છે, પણ આપણે ત્યાં નળમાં પાણી કેમ નથી આવતું એનો કોઈ જવાબ નથી આપતો....
સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે પાણીની તંગી હોવાના કારણે ઘરનું કામકાજ, બાળકોની સંભાળ અને અન્ય જવાબદારીઓ સંભાળવી મુશ્કેલ બની રહી છે. સવારે વહેલા ઉઠી પાણી માટે લાંબો રસ્તો પસાર કરવો પડે છે અને પછી આખો દિવસ થાકે-મરકે પસાર થાય છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
