વાગરા: પોસ્ટ ઓફિસની બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો - At This Time

વાગરા: પોસ્ટ ઓફિસની બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો


બનાવ સંદર્ભની મળતી માહિતી મુજબ વાગરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા.ગત રોજ દેવદિવાળીનો તહેવાર હોય જેને લઈ કચેરીમાં રજા હોવાથી આજરોજ સવારના સાત વાગ્યા અરસામાં નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોરી તૂટી હોવાનું માલુમ પડતા તાતકાલિક ઓફિસ બહાર નિકરી જઇ પોસ્ટ માસ્તરને જાણ કરી હતી. પોસ્ટ માસ્ટર તાતકાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગે જાણકારી મેળવી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. હાલ ચોર ટોળકીએ કેટલા રૂપિયાની ચોરી કરી છે. તે અંગે સત્તાવાર કોઈ માહિતી સાંપડી નથી.

રિપોર્ટર સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image